સેખુડાના માર્ગે આવેલ રાંદલધામ મંદીરમાં રહેલ તમામ વસ્તુઓ આગમાં બળીને ખાખ,આશરે 3 લાખની નુકશાની..
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ધારપીપળા રોડ ઉપર સેખુડાના માર્ગે આવેલ રાંદલધામ મંદીર ખાતે સોર્ટસર્કીટ થતા મંદીર માં ભીષણ આગ લાગી હતી.બપોરના સમયે સોર્ટસર્કીટ થતા અચાનક આગ લાગી હતી અને જોતજોતા માં ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી.જ્યારે આ ઘટનાની જાણ રાંદલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ને તથા આસપાસના રહીશોને થતા લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.અને લોકો એ ભારે પાણી નો મારો ચલાવ્યો હતો.જોકે લોકો એકઠા થાય અને પાણી નો મારો ચલાવે એ પહેલા જ આગ માં મંદીર માં રહેલ તમામ વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હતી.રાણપુરમાં સેખુડા ના માર્ગે આવેલ રાંદલધામ મંદીરે બપોર ના સમયે સોર્ટ સર્કીટ થવાથી અચાનક મંદીરમાં આગ લાગી હતી અને આ આગ લાગવાને કારણે મંદીરની લગભગ તમામ વસ્તુઓ બળી ને ખાખ થઈ ગઈ હતી.જ્યારે આ ઘટના અંગે રાંદલધામ મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશભાઈ ગદાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે બપોરના સમયે સોર્ટ સર્કીટ થવાના કારણે રાંદલધામ મંદીરની લગભગ તમામ વસ્તુઓ એ.સી સહીતની વસ્તુઓ આગ લાગવાને કારણે બળી ને ખાખ થઈ ગઈ છે.મંદીર બીજે માળ હોવા છતા પણ લોકો એ પાણી નાખી ને આગ ને કાબુ માં લીધી હતી.પણ અંતે તમામ વસ્તુઓ સળગી ગઈ હતી અને આશરે 3 લાખ રૂપિયા નું નુકશાન થયાનું અનુમાન છે….
તસવીર-વિપુલ લુહાર,રાણપુર