શ્વાનોના મોતનું ખરૂં તથ્ય બહાર લાવવા જીવદયા પ્રેમીઓની માંગ
ભાવનગર શહેરનાં કાળીયાબિડ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં શેરી-ગલ્લીઓમા રહેતા ૪૫ થી વધુ કુતરાઓના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં જીવદયાપ્રેમીઓમા ભારે અરેરાટી વ્યાપી છે એ સાથે આ શ્ચાનોના મોતનું કારણ તંત્ર સ્પષ્ટ કરે એવી માંગ કરી રહ્યાં છે. એશિયાનો સૌથી મોટી માનવ વસાહત અને સૌરાષ્ટ્ર નું સૌથી મોટું એજ્યુકેશન હબ ગણાતાં કાળીયાબિડ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસ દરમ્યાન ૪૫ થી વધુ કુતરાઓ રહસ્યમય કારણોસર મોતને ભેટ્યા છે આ કુતરાઓને કોઈ એ ઝેરી પદાર્થ ખવડાવી હત્યા કરી છે કે પછી કોઈ બિમારી ને પગલે આ કુતરાઓના મોત નિપજ્યાં છે એ બાબત સ્પષ્ટ થઈ નથી પરંતુ આ નિર્દોષ પ્રાણીઓનાં મોતને પગલે જીવદયાપ્રેમીઓમા ભારે રોષ સાથે દુઃખ ની લાગણી પ્રસરી છે એ સાથે ટપોટપ મોતને ભેટેલ કુતરાઓના મોતનું ખરૂં તથ્ય બહાર લાવવા માંગ કરી રહ્યાં છે આ સંદર્ભે ભાવનગર મહાનગરપાલિકા ના વેટરનરી વિભાગનો સંપર્ક કરતાં અધિકારીઓ એ જણાવ્યું હતું કે તંત્ર પાસે આ અંગે કોઈ ફરિયાદ આવી નથી પરંતુ જો કોઈ ફરિયાદ આવશે તો આ અંગે તપાસ ચોક્કસ કરીશું.