મારામારીના ગુન્હામાં ફરાર માઈકલને એલસીબીએ ઝડપ્યો

894
bvn1152018-7.jpg

નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુન્હામાં ફરાર વડવા વિસ્તારમાં રહેતો સાગર ઉર્ફે માઈકલને એલસીબી ટીમે પીલગાર્ડન પાસેથી ઝડપી લીધો હતો. ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કો. જયેન્દ્દસિંહ રાયજાદાને બાતમીરાહે હકિકત મળેલ કે, નિલમબાગ પો.સ્ટે.માં ઇ.પી.કો. કલમઃ-૩૨૩, ૫૦૪,૫૦૬ (૨) વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી સાગર ઉર્ફે માઇકલ હાલમાં પીલગાર્ડન બગીચાનાં મેઇન ગેટ પાસે જશોનાથમાં ઉભો છે.જેથી બાતમીવાળી જગ્યાએ આવતાં સાગરભાઇ ઉર્ફે માઇકલ અજયભાઇ ગોહેલ ઉ.વ.૨૩ રહે.માળીવાળો ખાંચો,વડવા,વાસણઘાટવાળો ખાંચો,બાપાનાં મંદિર પાસે,ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ.

Previous articleકોળી સમાજની મહિલાઓ વિશે અભદ્ર ટીપ્પણી કરાતા સમગ્ર સમાજ લાલઘૂમ
Next articleવે.રે.મ.સ.દ્વારા ધરણા કરાયા