ઓલ ઈન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશનના ઉપક્રમે મજદુર સંઘની કેન્દ્ર સરકાર પાસે લાંબા સમયથી પડતર પડી રહેલ માંગ સંદર્ભે સમગ્ર દેશ સાથો સાથ ભાવનગર રેલ્વે ડીવીઝન ખાતે ત્રણ દિવસીય ધરણા યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર ડીવીઝન સંલગ્ન અન્ય ડીવીઝનના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.