૧ ડિસેમ્બર વિશ્વ એઈડસ દિવસ

99

વિશ્વભરમાં વિશ્વ એઇડ્‌સ દિવસ દર વર્ષે ૧ ડિસેમ્બરનાં રોજ ઉજવવામાં આવે છે એચઆઇવી સંક્રમણ પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે ૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્‌સ દિવસ મનાવવામાં આવે છે.WHO એ સૌથી પ્રથમ વિશ્વ એઇડ્‌સ ડેને વૈશ્વિક સ્તરે મનાવવાની શરૂઆત ઑગષ્ટ ૧૯૮૭માં કરી હતી.
– શું છે એચ.આઇ.વી એઇડ્‌સ?
HIV એક પ્રકારની જીવલેણ ઇન્ફેક્શનથી થતી ગંભીર બીમારી છે. તેને મેડિકલની ભાષામાં હ્યૂમન ઇમ્યૂનો ડેફિશિયન્સી વાયરસ એટલે કે એચઆઇવીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે લોકો બોલચાલમાં એઇડ્‌સ એટલે કે એક્વાયર્ડ ઇમ્યૂન ડેફિશિયન્સી સિન્ડ્રોમના નામથી ઓળખે છે.જેને ગુજરાતીમાં માનવ રોગપ્રતિકાર ઉણપ વાયરસ તરીકે ભાષાંતરિત કરી શકીએ. તેમાં જીવલેણ ઇન્ફેક્શન વ્યક્તિના શરીરના ઇમ્યૂન સિસ્ટમ પર હુમલો કરે છે જેના કારણે શરીર સામાન્ય બીમારીઓ સામે પણ લડવામાં સક્ષમ રહેતું નથી.
– કેવી રીતે વિશ્વ એઇડ્‌સ દિવસની શરૂઆત થઈ?
વિશ્વ એઇડ્‌સ દિવસ સૌથી પ્રથમ ઑગષ્ટ ૧૯૮૭માં જેમ્સ ડ્‌બ્લ્યૂ બુન અને થોમસ નેટર નામના વ્યક્તિએ મનાવ્યો હતો. જેમ્સ ડબ્લ્યૂ બુન અને થોમસ નેટર વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનમાં એઇડ્‌સ પર ગ્લોબલ કાર્યક્રમ માટે સત્તાવાર રીતે જિનેવા, સ્વિટ્‌ઝરલેન્ડમાં નિયુક્ત હતા. જેમ્સ ડ્‌બ્લ્યૂ બુન અને થોમસ નેટરે WHO ના ગ્લોબલ પ્રોગ્રામ ઑન એઇડ્‌સના ડાયરેક્ટર જોનાથન માનની સામે વિશ્વ એઇડ્‌સ દિવસ મનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. જોનાથનને વિશ્વ એઇડ્‌સ દિવસ મનાવવાનો વિચાર ગમ્યો અને તેમણે ૧ ડિસેમ્બર ૧૯૮૮ના દિવસને વિશ્વ એઇડ્‌સ દિવસ તરીકે મનાવવા માટે નક્કી કર્યો. ઉલ્લેખનીય છે કે આઠ સરકારી સાર્વજનિક સ્વાસ્થ્ય દિવસોમાં વિશ્વ એઇડ્‌સ દિવસ સામેલ છે.
– વિશ્વ એઇડ્‌સ દિવસની ૨૦૨૧ની થીમ
HIV વિશ્ચ આરોગ્ય સંસ્થા મુજબ વિશ્વ એઇડ્‌સ દિવસ ૨૦૨૧ ની થીમ છે ‘End inequalities. End AIDS` એટલે કે અસમાનતાનો અંત લાવો. એઇડ્‌સ સમાપ્ત કરો. આરોગ્ય સંસ્થા મુજબ વિભાજન, અસમાનતા અને માનવ અધિકારોની અવગણના એ નિષ્ફળતાઓમાંની એક છે જેણે HIV ને વૈશ્વિક આરોગ્ય કટોકટી બનવા અને રહેવાની મંજૂરી આપી. સમાજમાં અસમાનતા દુર કરવાનો સંદેશ આપે છે.
– વિશ્વ એઇડ્‌સ દિવસનો ઉદ્દેશ્ય
વર્લ્‌ડ એઇડ્‌સ ડે મનાવવાનો ઉદ્દેશ્ય એચઆઇવી સંક્રમણના કારણે થતી મહામારી એઇડ્‌સ વિશે દરેક ઉંમરના લોકો વચ્ચે જાગરૂકતા વધારવાનો છે. એઇડસ આજના આધુનિક સમયની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી એક છે. UNICEF ના રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં ૩૬.૯ મિલિયનથી વધારે લોકો HIV ના શિકાર થઇ ચુક્યા છે જ્યારે ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર ભારતમાં એચઆઇવીના દર્દીઓની સંખ્યા લગભગ ૨.૭ મિલિયનની આસપાસ છે. વિશ્વમાં દરરોજ પ્રત્યેક દિવસે ૯૮૦ બાળકો એચઆઇવી વાયરસથી સંક્રમિત થાય છે, જેમાંથી ૩૨૦નું મૃત્યુ થઇ જાય છે. વર્ષ ૧૯૮૬માં ભારતમાં પ્રથમ એઇડ્‌સનો કેસ જોવા મળ્યો હતો. પરંતુ આપણાં દેશમાં કેટલાક એવા પણ લોકો છે જેને આ બીમારીની જાણ હોવા છતાં પણ સાવચેતી રાખતા નથી જે કારણોથી એઈડ્‌સ થવાની શક્યતા વધે તેનાથી બચવા અથવા સાવચેતી રાખવાને બદલે તેને અવગણે છે.અને વાત જો જાગરુકતાની કરવામાં આવે તો તેના માટે આજકાલ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે પરંતુ આ સંખ્યા શહેરી વિસ્તાર અને મધ્યમ અને ઉચ્ચ આવક ધરાવતા લોકોના લોકો સુધી મર્યાદિત છે. નિમ્ન વર્ગના લોકોમાં હજુ પણ માહિતીની અભાવ છે. તેથી, આ વર્ગમાં વધુ એચ.આય.વી પૉઝીટીવ લોકો છે. જ્યારે ઘણી સંસ્થાઓ ઓછા આવક ધરાવતા જૂથોમાં જાગરૂકતા અભિયાન ચલાવી રહી છે.
– એઈડ્‌સના દર્દીઓ સાથે સામાજીક ભેદભાવ ના કરવો
આવનારા દિવસોમાં પણ એઇડ્‌સને લગતી ગુણવત્તા પૂર્વક ની સેવાઓ અવિરતપણે મળતી રહે અને એઇડ્‌સ સાથે જીવતી વ્યક્તિ સાથે કોઈપણ પ્રકારનો સામાજીક ભેદભાવ ન થાય એ માટે એઇડ્‌સને ફક્ત સ્વાસ્થ્યનો મુદ્દો ન સમજતા સામાજિક મુદ્દાના રૂપમાં જોવો જોઈએ. એઇડ્‌સની સાથે-સાથે સંક્રમિત લોકોની સામાજિક સુરક્ષા પણ જરૂરી છે. એઇડ્‌સ ધરાવતા લોકો ક્યારેક ભયભીત અને દુઃખ અનુભવે છે. દરેકની જેમ તેમને પ્રેમ અને સાથની જરૂર છે. એચઆયવી અને એઇડ્‌સ વિશે પત્રિકાઓ અને માહિતી એકત્રિત કરીએ અને આપણાં સમુદાયના લોકો સાથે વહેંચીએ.
-એઇડ્‌સ દિવસ પર લાલ રિબનનું મહત્વ
લાલ રિબન એઇડ્‌સની જાગરૂકતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતું પ્રતીક છે, જે લોકો આખા વર્ષ દરમિયાન HIV સાથે જીવતા લોકોના સમર્થનમાં અને મૃત્યુ પામેલા લોકોની યાદમાં પહેરવામાં આવે છે. આ વર્ષે ૧ ડિસેમ્બરે, વિશ્વભરના લોકો વિશ્વ એઇડ્‌સ દિવસની યાદમાં તેમની લાલ રિબન પર પિનિંગ કરીને એઇડ્‌સ વિશે જાગૃતિ નો સંદેશ ફેલાવે છે.
-લાલ રિબનની શરૂઆત
એઇડ્‌સ વિશે જાગૃતિનો સંદેશ ફેરવવા માટે ૧૯૮૮ માં, કલા વ્યવસાયિકો દ્વારા કલા સમુદાય પર એઇડ્‌સની અસરોના પ્રતિભાવ તરીકે અને કલાકારો, કલા સંસ્થાઓ અને કલાના પ્રેક્ષકોને એઇડ્‌સ પર સીધી કાર્યવાહી કરવા માટે ગોઠવવાના માર્ગ તરીકે વિઝ્‌યુઅલ એઇડ્‌સ નામના જૂથની સ્થાપના કરવામાં આવી હતી. તે બાદ ત્રણ વર્ષ પછી, ૧૯૯૧ માં, કેટલાક વિઝ્‌યુઅલ એઇડ્‌સ કલાકારો એચઆઇવી સાથે જીવતા લોકો અને તેમના સંભાળ આપનારાઓ પ્રત્યે કરુણા દર્શાવવા માટે એક દ્રશ્ય પ્રતીક ડિઝાઇન કરવા માટે ભેગા થયા. ગલ્ફ યુદ્ધમાં સેવા આપતા અમેરિકન સૈનિકોનું સન્માન કરતી પીળી રિબનથી પ્રેરિત, કલાકારોએ એચઆઇવી સાથે જીવતા લોકો માટે સમર્થન અને એકતાનું પ્રતીક કરવા અને એઇડ્‌સ સંબંધિત બીમારીઓથી મૃત્યુ પામેલા લોકોને યાદ કરવા માટે લાલ રિબન બનાવવાનું પસંદ કર્યું. પ્રોજેક્ટના સ્થાપકો કહે છે કે લાલ રંગ તેના “લોહી સાથેના જોડાણ અને જુસ્સાના વિચાર માટે પસંદ કરવામાં આવ્યો હતો — માત્ર ગુસ્સો જ નહીં, પણ પ્રેમ પણ વેલેન્ટાઇન જેવો છે,” પ્રોજેક્ટ સ્થાપકો કહે છે. આ પ્રોજેક્ટ રેડ રિબન પ્રોજેક્ટ તરીકે જાણીતો બનવાનો હતો. ૧૯૯૨ માં ઇસ્ટર સોમવારે સામૂહિક ધોરણે પ્રતીક યુરોપમાં આવ્યું હતું, જ્યારે વેમ્બલી સ્ટેડિયમ ખાતે ફ્રેડી મર્ક્‌યુરી એઇડ્‌સ અવેરનેસ ટ્રિબ્યુટ કોન્સર્ટ દરમિયાન ૧૦૦,૦૦૦ થી વધુ લાલ રિબનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વભરના ૭૦ થી વધુ દેશોમાં એક અબજથી વધુ લોકોએ ટેલિવિઝન પર આ શો જોયો હતો. નેવુંના દાયકા દરમિયાન, પ્રિન્સેસ ડાયનાના AIDS માટે ઉચ્ચ પ્રોફાઇલ સમર્થન દ્વારા પ્રોત્સાહિત, ઘણી હસ્તીઓએ લાલ રિબન પહેર્યા હતા. આ રીતે તેની શરૂઆત થય.
લેખન
ડૉ સચિન જે પીઠડીયા માંગરોળ
ડો.પંકજકુમાર એમ મુછડીયા રાજકોટ

Previous articleરોહિત-બુમરાહને રિટેન કર્યા, પંજાબે એકેયને ન જાળવ્યા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે