બે માસ પૂર્વે લગ્નગ્રંથિથી જોડાયેલી યુવતીનું વાહનની ટક્કરથી કરૂણ મોત

142

બજરંગદાસ હોસ્પિટલમાં ફરજ બજાવતા પતિ સહિત સાસરીયાઓ પર આભ ફાટ્યું
હજુ બે માસ પૂર્વે જ સુખી સંસાર સ્થાપવાનાં સપના સાથે લગ્ન બંધને બંધાયેલી કોડભરી યુવતીનું ગતરાત્રીનાં ભડલી હેલ્થ સેન્ટરમાં પોતાની ફરજ પૂર્ણ કરી ભાવનગર આવતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાં સ્થળે જ કરૂણમોત નિપજ્યુ હતું. બનાવથી ભાવનગરની બજરંગદાસ હોસ્પિ.મા ફરજ બજાવતા પતિ સહિત સાસરીયાઓ ઉપર આભ ફાટ્યુ હતું.
ઘટનાના પ્રાથમિક મળતા અહેવાલો મુજબ રાત્રીના ૯/૨૦ કલાકે સિહોર તાલુકાના ઉસરડ આરોગ્ય કેન્દ્ર નીચે ભડલી ગામે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તરીકે ફરજ બજાવતા રશ્મિતાબેન નીશીતભાઈ ચૌહાણ પોતાની ભડલી ગામે ફરજ બજાવીને ભાવનગર પોતાના ઘેર ફરતી વેળાએ શેઢાવદર પાસે કોઈ અજાણ્યા વાહન ની ટક્કરે સ્થળ પર મોત થયું હતું આ ઘટના સમી સાંજે બની હતી પણ લાશ લાંબા સમય સુધી રોડ પર હતી તેવું હાલ જાણવા મળ્યું છે રશ્મિતાબેનના લગ્ન ગાળો માત્ર બે માસ આસપાસ થયા હોવાનું જાણવા મળેલ છે અને તેમના પતિ ભાવનગર ખાતે આવેલ પાનવાડી પાસે આવેલ બજરંગદાસ હોસ્પિટલ માં ફરજ બજાવે છે બનાવને લઈ સિહોર અર્બન હેલ્થ સેન્ટર તાલુકા હેલ્થ સેન્ટર,તેમજ સિહોર પ્રાથમિક હેલ્થ સેન્ટર ઉસરડ આરોગ્ય ટીમ તેમજ સ્ટાફ વરતેજ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો લાશને વરતેજ સરકારી હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવેલ ત્યારે સિહોર અર્બન હેલ્થ સેન્ટર ડૉ.જયેશ વંકાણી તાલુકા અનિલ પંડિત સહિત સ્ટાફ દોડી ગયો હતો મૃતક બહેન સરળ મિલનસાર સ્વભાવના હતા અને કોરોના મહામારી સમયે સુંદર કામગીરી કરેલ બનાવને લઈ હેલ્થ વિભાગમાં ગમગીની પ્રસરી છે

Previous articleસેન્ટ્રલ સોલ્ટ દ્વારા ૧૦ ડિસેમ્બરથી ઈન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન
Next articleરાણપુર પોલીસ સ્ટેશનમાં યોગ નિદર્શન