ખેલાડી મોહમ્મદ કૈફનો આજે ૪૧મો જન્મદિવસ

102

મોહમ્મદ કૈફનું નામ આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ પ્રેમીઓની પહેલી યાદ આવે છે તે છે લોર્ડ્‌સ ગ્રાઉન્ડ. જ્યાં સચિન તેંડુલકરને આઉટ કર્યા પછી ચાહકોને લાગ્યું કે નેટવેસ્ટ સિરીઝની ફાઈનલ ટીમ ઈન્ડિયા હારી ગઈ. પરંતુ વર્ષ ૨૦૦૨ના એ દિવસે એક ચમત્કાર થયો અને આ ચમત્કાર મોહમ્મદ કૈફે કર્યો. કૈફના આ ચમત્કારે સૌરવ ગાંગુલીને લોર્ડ્‌સ બાલ્કનીમાં પોતાનો શર્ટ ઉતારવાની ફરજ પાડી હતી. આજે એટલે કે ૧ ડિસેમ્બરે મોહમ્મદ કૈફ પોતાનો ૪૧મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં જન્મેલા કૈફે મેવા લાલ અયોધ્યા પ્રસાદ ઈન્ટરમીડિયેટ કોલેજ, સોરાઉનમાંથી ૧૨મા સુધીનો અભ્યાસ કર્યો હતો. આ પછી તે ક્રિકેટની દુનિયામાં સ્થાયી થયો. બાળપણથી જ તેમનું મન ક્રિકેટમાં સ્થિર થઈ ગયું હતું અને તેઓ પ્રયાગરાજથી કાનપુર આવ્યો હતા. અહીં તે ગ્રીન પાર્ક સ્ટેડિયમની હોસ્ટેલમાં રહેવા લાગ્યો. અહીંથી તેની સફર ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચી. ઇંગ્લેન્ડ સામે ૨૦૦૨માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં રમાયેલી તેની ઇનિંગ્સને ભારતીય ક્રિકેટની સૌથી યાદગાર ઇનિંગ્સમાં ગણવામાં આવે છે. લોર્ડ્‌સમાં રમાયેલી આ મેચમાં કૈફે અણનમ ૮૭ રનની ઇનિંગ રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી. નેટવેસ્ટ ટ્રોફીની ફાઈનલ મેચમાં ૩૨૫ રનના લક્ષ્યાંકનો પીછો કરતા કૈફે યુવરાજ સિંહ સાથે ભારતીય ઈનિંગ્સને સંભાળી હતી અને છઠ્ઠી વિકેટ માટે ૧૨૧ રનની ભાગીદારી કરીને ભારતને જીત અપાવી હતી. આ જીત બાદ કેપ્ટન સૌરવ ગાંગુલીએ લોર્ડ્‌સની બાલ્કનીમાં શર્ટ ઉતારીને ઉજવણી કરી હતી. વર્ષ ૨૦૦૨ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોલમ્બોમાં ઝિમ્બાબવે સામે કૈફે વધુ એક યાદગાર ઈનિંગ રમી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતની ૮૭- રનમાં ૫ વિકેટ પડી ગઈ હતી. ત્યારબાદ કૈફ બેટિંગમાં આવ્યો હતો અને તેણે સદી મારી હતી. ૧૧૨ બોલમાં કૈફ ૧૧૧ રને અણનમ રહ્યો હતો.

Previous articleઅરબાઝ ખૂબ જ બેદરકાર વ્યક્તિ છે : મલાઈકા અરોરા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે