એક વર્ષથી ગુનાના કામે ફરાર કમળેજ ગામનો શખ્સ ઝડપાયો

1797
bvn12518-7.jpg

નિલમબાગ પોલીસ મથકમાં એક વર્ષ પહેલા નોંધાયેલા ગુનામાં ફરાર કમળેજ ગામના શખ્સને આર.આર. સેલની ટીમે એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો.
આર.આર. સેલના ઈન્ચાર્જ પીએસઆઈ બી.એસ. મકવાણા, પો.કો. ઉમેશભાઈ સોરઠીયા, પો.કો. જગદેવસિંહ ઝાલા, પો.કો. અરવિંદભાઈ પરમાર, પો.કો. ભૈયપાલસિંહ ગોહિલ, ડ્રા.પો.કો. ગોપીદાનભાઈ ગઢવી ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન એેસ.ટી. બસ સ્ટેશન પાસે પહોંચતા સાથેના પો.કો. ઉમેશભાઈ સોરઠીયાને બાતમી રાહે હકિકત મળેલ કે નિલમબાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ ગુના કલમ પ૦૬ (ર), ૧૧૪ એક્ટ કલમ ૧૩પ વિગેરે મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી હસમુખભાઈ ધીરૂભાઈ ચાડ હાલ ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે રોડ પર લાલ કલરનો કાળી ડીઝાઈન વાળો હાફ બાઈકનો શર્ટ તેમજ આછા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે. તે હકિકત મળતા બાતમી મુજબનો ઈસમ હાજર મળી આવતા રસ્તે નામઠામ પુછતા પોતે પોતાનું નામ હરસુખભાઈ ઉર્ફે હસુ ધીરૂભાઈ ચાડ જાતે આહિર ઉ.વ.ર૦ ધંધો ખેતી રહે.કમળેજ તા.જી. ભાવનગરવાળો હોવાનું જણાવેલ મજકુર ઈસમની ઉપરોક્ત ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને કલમ ૪૧ (૧) આઈ. મુજબ અટક કરી નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપેલ.

Previous article૪૩.૧ ડિગ્રી સાથે સુર્યનારાયણની શહેરમાં સંચારબંધી
Next article બિભત્સ બોલી વિડીયો વાયરલ કરનાર સગીર સહિત ૩ ઝડપાયા