નવીનકોર ઈનોવા ઉંધી પડી તો વેગનઆર દિવાલમાં ઘુસી જતા લોકોના ટોળા ઉમટ્યા

127

કારમાં સવાર કોઈ ને પણ ઈજા નહીં અને પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ ન થઈ..!
ભાવનગર શહેરના વાઘાવાડી થી કાળીયાબિડ તરફ જવાનાં રોડપર રાત્રે બે કાર અથડાવતા લોકો ના ટોળેટોળાં એકઠાં થયા હતા જયારે આ અકસ્માત ને પગલે રોડપર થોડી વાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.શુક્રવારે રાત્રે શહેરના વાઘાવાડી રોડપર પુરઝડપે દોડતી બે કાર ધડાકાભેર અથડાવતા થોડા સમય માટે રોડપર વાહનોના થપ્પા લાગી ગયાં હતાં.

આ અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ગત રાત્રે શહેરના સહકારી હાટથી સેન્ટ્રલસોલ્ટ વાળા રોડપર એક નવી નક્કોર નંબર પ્લેટ વિનાની ઈનોવા કાર તથા વેગનાર કાર વચ્ચે જાણે રેસ લાગી હોય તેમ બંને કારના ચાલકોએ વાહન પુરા વેગ સાથે ટ્રાફિકથી ભરચક રોડપર દોડાવી હતી દરમ્યાન રંગોલી રેસ્ટોરાં પાસે કારના ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવતાં ધડાકાભેર અથડાઈ હતી જેમાં ઈનોવા પલ્ટી ખાઈને રોડપર પટકાઈ હતી જયારે વેગનાર દિવાલ સાથે અથડાઈ હતી પ્રત્યક્ષ દર્શીઓના જણાવ્યા અનુસાર બંને કારના ચાલકો રેસ ટ્રેક પર ઉતર્યા હોય એ રીતે વાહન ચલાવી રહ્યાં હતાં આ અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક હટાવવા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડપરથી ટ્રાફિક હટાવ્યો હતો. આ અકસ્માત માં કોઈ વ્યક્તિ ને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી કે ન તો આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ…!

Previous articleકાળિયારનો શિકાર કરતા બે શખ્સોને ઝડપી લેતી ફોરેસ્ટ ટીમ
Next articleભાવનગર શહેર હોમગર્ડઝ યુનિટ દ્વારા યોજાયેલ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ