ભાવનગરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં ભારે ઘસારો

108

૬ ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી, ૭ ડિસેમ્બરના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે : મંગળવાર રાત સુધીમાં સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ભાવનગર જિલ્લાના ૧૦ તાલુકાઓમાં ૪૩૭ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજનાર છે જેમાં ૬ ડિસેમ્બરના રોજ ફોર્મ ચકાસણી, ૭ ડિસેમ્બરના રોજ ફોર્મ પાછા ખેંચી શકાશે, મંગળવાર રાત સુધીમાં સુધીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે, કેટલા ગામમાં ચૂંટણી યોજાશે અને કેટલા ઉમેદવારો રહેશે અને કેટલા ગામોની ગ્રામ પંચાયત સમરસ થશે. ભાવનગર જિલ્લામાં આગામી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવેલ છે આ ચૂંટણી માટે પાંચમાં દિવસે શુક્રવારના રોજ સરપંચ માટે ૨૯૭ તથા વોર્ડ સભ્ય માટે ૧૫૦૬ ઉમેદવારોએ ઉમદેવારી પત્રો ભર્યા હતા, આમ અત્યારે સુધીમાં સરપંચ માટે કુલ ૪૮૭ અને વોર્ડ સભ્ય માટે ૨૨૨૮ કુલ ૨૭૧૫ જેટલા ઉમદેવારી પત્રો ભરાયા હતા. ભાવનગર જિલ્લાના ૬૬૦ ગામોમાંથી ૪૩૭ ગામોમાં ૧૯ ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ભાવનગર જિલ્લાના ૪૩૭ ગામોમાં ની ચૂંટણીમાં સામાન્ય ચૂંટણીનાં ગામો ૩૦૭, પેટા ચૂંટણીનાં ૧૨૪ ગામો, મધ્યસત્ર ચૂંટણીના ૬ ગામોમાં ચુંટણી યોજાશે. ભાવનગર જિલ્લામાં કુલ ૩૩૯ સરપંચો ચુંટાશે. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા ૧૦૬૩ છે, જેમાં સામાન્ય ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૮૫૧, પેટા ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૧૮૯, મધ્ય સત્રની ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા ૨૩ છે. ભાવનગર જિલ્લામાં ચૂંટણીમાં કુલ મતદારો ૬ લાખ ૫૮ હજાર ૩૮૩ રહેશે.

Previous articleભાવનગરના પ્રેસ ફોટોગ્રાફર કુંદન મકવાણાનો આજે જન્મદિવસ
Next articleમલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે માલદીવ્સમાં