આજે કોઈ રોક નહી આજે કોઈ ટોક નહી, સલાહ નહી કે શિખામણ નહી આજે તો રવિવારની મોજ એટલે હસી-હસીને શરીરને હાસ્યના એક્યુપ્રેસર પોઇન્ટ આપવાનો દિવસ. ટંગ ટવિસ્ટર નામ તો તમે સાંભળ્યું જ હશે ને ???? હા કદાચ આપણે એને કોઈ બીજા નામથી ઓળખતા હશું પણ ક્યારેકને ક્યારેક તો આપણે આ ગેમ ઉપર આપણો હાથ અજમાવ્યો જ હશે.
જો ના, તો આપણે ક્યાં ગરીબ છીએ ચાલો આજે જ કરીએ કંકુના. અમુક એવા પ્રચલિત ટવિસ્ટ્ટર છે કે જેને ૫-૭ વાર બોલીને આપણે ગોથા ખાઈએ છીએ. ગાય ઘાસ ખાઈ, ભેંશ ઘાસ ખાય. આ વાક્ય ૭ વખત બોલ્યા પછી ગાયને ભેંશ અને ભેશને ખાઈ જશે અને ઘાસ ચૂપ ચૂપ જોતું રેશે. હા,હા,હા કરો ટ્રાય, ચંદુ કે ચચાને ચંદુકી ચાચીકો ચાંદનીચોક મે ચાંદની કી ચમચી સે ચટણી ચટાઈ આ ટવીસ્ટર છે, કભી ખુશી કભી ગમ મુવિનું ૫-૭ વાર બોલ્યા પછી ચંદુ ના ચાચા અને ચાચી ગાયબ થઈ જશે અને આપણે ચમચી અને ચટણી સાથે જ રમીશું. ચાલો હજી એક, કરશન કાકાએ કડવિકાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનો કોરો સંભારો કાઢવા કીધો. હવે આ નામ જ એટલા અઘરા છે કે આપણે એની શરૂવાત જ કાકા અને કાકીથી કરીશું અને છેલ્લે કાચની કેરી થઈ જશે અને કબાટ કાચો થઈ જશે. હજી એક, ગુજરાતીએ ગુજરાતીને ગુવાહાટીમાં ગુજરાતની ગાથા વિશે ગુજરાતીમાં ગુંજન કરવા કહ્યું. છેને મસ્ત બસ આવાજ ટવિસ્ટર વળે આપણી ટ્વીસ્ટ થયેલી જિંદગીમાં થોડો ટ્વીસ્ટ લાવીને આપણી લાઇફને હજી વધારે હળવાશથી હેલધી રહીને હેલ્લો રાખીએ.
ભાવિક બી. જાટકીયા
સુરત -૮૧૬૦૮૮૫૯૫૪