ગુજરાતમાં પ્રજાપતિ સમાજ દ્વારા સેકટર – ૬ની ઉપવાસ છાવણી ખાતે પોતાની માંગણી સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા.
તેમની માંગણી મુજબ સમાજના કલ્યાણ માટે ગુજરાત માટીકામ કલાકારી બોર્ડને સ્વતંત્ર કરવામાં આવે. હાલમાં અધિકારી- કર્મચારીની જે બોડી છે તેની ઉપર અધ્યક્ષનું સ્થાન આપવામાં આવે. બોર્ડના અધ્યક્ષ પદે પ્રજાપતિ સમાજના સભ્યને સ્થાન આપવામાં આવે, બોર્ડના અધ્યક્ષને કેબીનેટ મંત્રીનો દરજજો આપવામાં આવે. વૃષે પ લાખ સુધી માટીની ઈંટો બનાવતા નાના વ્યવસાયકારોને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડમાં સમાવેશ કરવામાં આવે અને ગુજરાત માટીકામ કલાકારી બોર્ડમાં મળવા પાત્ર લોન-સબસીડીનો લાભ પણ આપવામાં આવે.
વર્ષે પ લાખ સુધી માટીની ઈંટો બનાવતા નાના વ્યવસાય માટે માટીની જરૂર હોય છે. તો કોઈ પણ જગ્યાએથી માટી લેવા માટ રોયલ્ટી માંથી મુક્તિ આપવામાં આવે. માટી કામ કરતાં પરિવારોને ગામમાં રોજગાર મળી રહે તે માટે સરકાર ગામ દીઠ પાંચ એકર જમીનની ફાળવણી કરે.