ભાવનગરના સંત કંવરરામ ચોક પાસે પુરઝડપે દોડતી કાર ડીવાઈડર પર ચડી ગઈ, થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો

170

અકસ્માતમાં ડીવાઈડર અને કારને નુકસાન થયું
ભાવનગર શહેરના સંત કંવરરામ ચોક પાસે પુર ઝડપે દોડતી એક કાર એકાએક રોડ ટ્રેક પરથી ડિવાઈડર પર ચડી જતાં થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો જોકે આ ઘટનામાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. તાજેતરમાં શહેરના વાઘાવાડી રોડપર મોડીરાત્રે બે કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી આ બનાવમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી ત્યારે ફરી એકવાર આજ રોડપર એટલે કે નવાપરા સંતકંવરરામ ચોક થી માધવહિલ તરફ જવાનાં રોડપર સંતકંવરરામ ચોકમાં પુર ઝડપે દોડતી કાર નં જી-જે-15-સીએ-7006 ના ચાલકે ટ્રાફિકથી ભરચક રોડપર કાબૂ ગુમાવતાં કાર રોડ ટ્રેક પરથી ડિવાઈડર પર ચડી જતાં થોડી વાર માટે વાહન ચાલકો થંભી ગયા હતાં અને રોડપર ટ્રાફિકજામ સર્જાયો હતો આ ઘટનામાં ડિવાઈડર અને કારને ખાસ્સું આર્થિક નુકશાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આ વિસ્તારમાં એક કરતાં વધુ રસ્તાઓ ખુલતાં હોય અને દિવસભર હેવી ટ્રાફિક ધમધમતો હોય ત્યારે આ રોડપર પૂર ઝડપે પસાર થતાં વાહનો પર લગામ કસવી અનિવાર્ય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે ઓવરસ્પિડ દોડતાં વાહનોને પગલે અહીં છાશવારે નાનાં મોટાં અકસ્માતોની ઘટનાઓ બનતા રહે છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૩૦૬ નવા કેસ નોંધાયા
Next articleભાવનગર રાષ્ટ્રીયકૃત બેંક કર્મચારી મંડળ દ્વારા એક દિવસીય ધરણાં યોજવામા આવ્યા