ભાવનગર શહેરમાં કોરોનાના નવા વધુ ૬ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા ૩૪ થઈ

114

અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓના અવસાન થયા
ભાવનગરમાં દિવસને દિવસે કોરોનાના કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે શહેરમાં કોરોનાના છ નવા કેસ નોંધાયો હતો, શહેરમાં પાંચ પુરુષ અને એક સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, છેલ્લા ચાર દિવસમાં ૨૨ કેસ નોંધાયા હતા. જિલ્લામાં એક્ટિવ કેસનો આંક વધી ને ૩૪ પર પહોંચ્યો છે. શહેરમાં ૩૧ અને ગ્રામ્યનો ૩ એક્ટિવ કેસ છે.
ભાવનગર શહેરમાં આજે ૫ પુરુષ અને એક સ્ત્રી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આજે ૬ નવા પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં એક્ટિવ કેસનો કુલ આંક ૩૪ પર પહોંચી ચૂક્યો છે. મહત્વનું છે કે, ભાવનગર જિલ્લો થોડા દિવસ પહેલા કોરોનામુક્ત થયો હતો. પરંતુ, છેલ્લા ઘણા દિવસથી જિલ્લામાં કોરોનાના નવા કેસ નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેને લઈ ભાવનગરમાં ફફડાટ ફેલાયો છે, જિલ્લામાં અત્યાર સુધીના નોંધાયેલા કુલ ૨૧ હજાર ૫૦૨ કેસ પૈકી હાલ ૩૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયેલુ છે.

Previous articleલાંભા ગામનાં રેખા પરમાર સંસ્કૃત વિષયમાં પીએચ.ડી થયા : શહેરનું ગૌરવ
Next articleકન્યાશાળા, ઉમરાળા દ્વારા સામાજિક સમરસતાનું દ્યોતક ઉદાહરણ