ભાલ પંથકમાં ગેરકાયદે ચાલતા મીઠાના અગર દૂર કરવા માંગ

124

ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી સહિતનાઓને કરવામાં આવી રજૂઆત
ભાવનગર શહેરની ભાગોળે એક સમયે ઘૂંઘવાટા કરતો સમુદ્ર મોજુદ હતો પરંતુ કાળાંતરે આ સમુદ્ર દૂર જતાં હાલ લાખો એકર જમીન ખારાપાટ તરીકે પડતર પડી છે આ જમીનનો ગેરકાયદે કબ્જો વાળી મિઠાના અગરો બનાવી દેવામાં આવ્યા છે પરીણામે પર્યાવરણ સાથે માલધારીઓ માચ્છીમારો ને પારાવાર નુકશાન થઈ રહ્યું હોય આ મિઠાના અગરો દૂર કરી અગાઉ જે સ્થિતિ માં જમીન હતી એજ સ્થિતિ માં યથાવત રાખવા ની માંગ સાથે રાજ્ય સરકારના જવાબદાર તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ નર્મદ ગામના નિતાબેન બાબુભાઈ રાઠોડ એ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી વન અને પર્યાવરણ વિભાગ જિલ્લા કલેક્ટર તથા અધ્યક્ષ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ સમિતિ પ્રાદેશિક અધિકારી અને સભ્ય સચિવ જિલ્લા કોસ્ટલ મેનેજમેન્ટ સમિતિ ભાવનગર સહિતનાઓને લેખિત આવેદનપત્ર સાથે એવાં પ્રકારે રજૂઆત કરી છે કે કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયત ભાવનગર વિરુદ્ધ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી ગાંધીનગરની સીઆરઝેડએમ પ્લાન વિરુદ્ધ જઈ સીઆરઝેડ વિસ્તાર ના ફલડ પ્લેન નદીના વહેણ વિસ્તાર ક્રિટિકલી વ્લનરેલ કોસ્ટલ એરિયામાં મિઠાના ઉદ્યોગો પાસેથી પાણી નિકાલ કરવાનાં હેતુથી પૈસા ઉઘરાવી સીઆરઝેડ વિસ્તારમાં ગેરકાયદે પાળા ખોદી વહેણ માટે નવી ૨૫ કિલોમીટર લાંબી ચેનલ બનાવવા અંગે તપાસ અને સિંચાઈ વિભાગના ઈજનેર વિરુદ્ધ અધિનિયમ ના ભંગ બદલ કાયદેસરના પગલાં ભરવા લેખિત ફરિયાદ કરી છે વધુ માં નિતા રાઠોડે જણાવ્યું છે કે પાણી ના કુદરતી વહેણ ને બંધ કરી દેવાતા ચોમાસાના સમયમાં ભાલના અનેક ગામડાઓમાં પાણી ભરાઈ જાય છે અને પરિસ્થિતિ વિકટ બને છે ગેરકાયદે ખડકાયેલ મીઠા ના પાળાને પગલે પર્યાવરણ ને નુકસાન થવા સાથે ખાડીમાં પગડીયા માછીમારો ની રોજીરોટી છીનવાઈ ગઈ છે આ જમીન સરકારી ચરાણ તરીકે આરક્ષિત હોય પરંતુ મીઠા ઉદ્યોગ માં તબદીલ કરાતા હજારો માલધારીઓ ને પશુ નિભાવ માટે અહીં તહીં વલખાં મારવા પડે છે આથી મીઠા ના પાળા દૂર કરી સત્વરે પૂર્વે જે સ્થિતિ માં જમીન હતી એ મુજબ કરી આપવા માંગ કરી છે.

Previous articleદેશની સૌથી મોટી સિરિંજ કંપનીએ પ્લાન્ટ બંધ કર્યો
Next articleઢોર દીઠ ૬ હજાર ચુકવી જેતલપુર પાંજરાપોળમાં ખસેડાશે