ભાજપના નગરસેવક ઉષાબેન બાંધેકાએ ટેમ્પલબેલનો કૌભાંડનો પર્દાફાશ કર્યો : ઓમ અજેન્સીને કોર્પોરેશન દર મહિને ૫૦ લાખ રૂપિયા ચુકવવામાં આવે છે :અજેન્સી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે : મનપા અધિકારી
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેર માંથી ઘરે-ઘરે કચરો ઉપાડી શકાય અને શહેરને ગંદકી મુક્ત કરી શકાય તે હેતુથી શહેરમાં ટેમ્પલ બેલનો પ્રારંભ કરાયો હતો. આ ટેમ્પલ મારફતે શહેરના તમામ ઘરેથી કચરો પાડવામાં આવે છે. જેને શહેરની બહાર આવેલા કુંભારવાડા ડમ્પિંગ સ્ટેશન ખાતે ઠલાવવામાં આવે છે. મનપા દ્વારા એજન્સીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ટેમ્પલ બેલ ની કામગીરી સોંપવામાં આવી છે. હાલ શહેરમાં બે જુદી જુદી એજન્સીઓના ૧૦૩ જેટલા ટેમ્પલ બેલ ચાલે છે. જે શહેરના તમામ વિસ્તારોમાંથી કચરો એકઠો કરી કુંભારવાડા ડમ્પિંગ સ્ટેશન ખાતે ઠાલવે છે. જેને મહાનગરપાલિકા દ્વારા વજન મુજબ પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. આ સિસ્ટમનો એજન્સીઓ દુરઉપયોગ કરી દ્વારા કરી અને ટેમ્પલમાં વજન વધારવા પથ્થર અને દૂર રહેતી સહિતનો કચરો લઈ જવામાં આવતા હોય છે. જે અંગે અનેકવાર ફરિયાદો ઉઠયા બાદ શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં નગરસેવક ઉષાબેન બધેકા દ્વારા આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ચાલતા ટેમ્પલ બેલને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે અંગે મહાનગર પાલિકા કચેરીના સોલિડ વેસ્ટના અધિકારી દ્વારા પણ આ મુદ્દે કાર્યવાહી કરશે કેમ જણાવ્યું હતું. આ સાથે જ વિરોધ પક્ષના પૂર્વ નેતા દ્વારા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે આ કૌભાંડમાં અધિકારીઓ અને પદાધિકારીઓની પણ મિલીભગત હોવાનું લાગી રહ્યું છે. કારણકે મહાનગર પાલિકા કચેરી ખાતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. અને મનપાની સાધારણ સભામાં પણ અનેકવાર આ અંગે સવાલો ઉઠાવ્યા છે. છતાં કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે હવે કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે અને મહાનગરપાલિકા દ્વારા લોકોના વસુલાતા ટેક્સના રૂપિયા યોગ્ય રીતે વપરાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી હતી. મહાપાલિકાના અધિકારી જે.એમ.સોમપુરાએ જણાવ્યું હતું કે ગઈકાલે નગરસેવક ઉષાબેન બધેકા જે મોખડાજી સર્કલ પાસે રહે છે, ટેમ્પલબેલ ઓમ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે તે ટેમ્પલબેલમાં નગરસેવક કે પથરાઓ ભરતા તેણે જોયું તરતજ મને ટેલિફોનિક જાણ કરી હતી, તાત્કાલિક તે વાહનને ડિટેન કર્યું અને નિયમો અનુસાર નોટિસ રોજ કામ કર્યું હતું, ઓમ સ્વચ્છતા એજન્સી ને કામ આપ્યું છે અને માસિક એક ટેમ્પલબેલ દીઠ ૫૦ હજાર કોર્પોરેશન ચૂકવે છે,