સિહોર તાલુકાના વાવડી ગામમાં અઢ્ઢી વર્ષ પહેલા થયેલી ચોરી મામલે ભાવનગર, ગારીયાધાર અને પાલીતાણાના પાંચ અઆરોપીઓ અને ભાવનગરના સોની વેપારીને ડિસ્ટ્રીકટ કોર્ટે સંભળાવેલી સજા
ભાવનગર,તા.૧૫
સિહોર તાલુકાના વાવડી ગામમાં અઢ્ઢી વર્ષ પહેલા બે અલગ અલગ સ્થળોએ થયેલી ચોરીના કેસમાં ચોરી કરનાર પાંચ આરોપીઓ તેમજ ચોરીનો મુદ્દામાલ ખરીદ કરનાર ભાવનગરના સોની વેપારીને અદાલતે જુદી જુદી કલમ હેઠળ દસ વર્ષની કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ આરોપીઓ ( ૧ ) મનોજભાઈ ઉર્ફે વિજય બચુભાઈ સાથળીયા જાતે દેવી પૂજક ( ઉ.વ .૨૫ ) રહે . મોરખા , તા . ગારીયાધાર , જી . ભાવનગર ( ૨ ) રાજુભાઈ ધીરૂભાઈ વેગડ જાતે કોળી ( ઉ.વ. ૨૫ ) , રહે . હાદાનગર , શાક માર્કેટ પાસે , ભાવનગર . ( ૩ ) ભરત ઉર્ફે ટકલો ઉર્ફે અશોક સાસાભાઈ સોલંકી જાતે દેવીપુજક , રહે . દેદરડા , તા . પાલીતાણા , જી . ભાવનગર ( ૪ ) મહીપત લક્ષ્મણભાઈ સોલંકી જાતે કોળી ( ઉ.વ. ૩૯ ) રહે . બોરતળાવ , મતનગર , ખોડીયાર ચોક , કમાભાઈની વાડી ભાવનગર ( ૫ ) વિનુભાઈ દેવજીભાઈ પંચાસરા , જાતે દેવીપુજક કોળી , રહે . સુખનાથ મહાદેવની સામે , ગારીયાધાર , છે . ભાવનગરવાળાઓએ ગઈ તા . ૫-૬-૨૦૧૯નાં શરૂ રાત્રીનાં ફરીયાદી મીઠાભાઈ અરજણભાઈ પરમાર ( ઉ.વ. ૬૦ ) , રહે . પ્લોટીંગ વિસ્તાર , ગજાભાઈની વાવડી , તા . સિહોર , જી . ભાવનગરનાં મકાનની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેરા કરી રૂમમાં રહેલ લોખંડનો કબાટ ખોલી તેમાં રહેલ સોના – ચાંદીના દાગીના કિંમત રૂા . ૨,૧૩,૭૦૦ / – તથા રોકડા રૂપિયા ૨૦,૦૦૦ / – તથા સાહેદ નં . ૧૨ વિપુલભાઈ લાલજીભાઈ સરવૈયાનાં ઘરેથી હોન્ડા શાઈન મોટરસાઈકલ જેનાં રજી.નં. ય્ત્ન ૦૪.ડ્ઢય્ – ૧૭૬૦ કિંમત રૂા . ૨૦,૦૦૦ / – મળી કુલ કિંમત રૂા . ૨,૫૩,૭૦૦ / -ની ચોરી કરી લઈ જઈ ચોરી કરેલ મોટરસાઈકલ રાજુલા પાસે બિનવારસી મુકી દીધેલ . જે કબ્જે કરવામાં આવેલ છે તેમજ ચોરી કરેલ મુદ્દામાલ આ કામનાં આરોપી નં . ( ૬ ) રાહુલભાઈ વિજયભાઈ કુકડીયા , સોની ( ઉ.વ. ૨૭ ) , ધંધો સોનીકામ , રહે . મેઘાણી સર્કલ , સાંઈબાબા મંદિર પાસે , વિરભદ્ર અખાડા સામે , પ્લોટ નં . ૧૦૨૮ / સી , ભાવનગરને વેચાણ અર્થે આપતા આ કામે આરોપી રાહુલભાઈ વિજયભાઈ કુકડીયાએ ચોરીનો મુદ્દામાલ હોવાનું જાણવા છતા વારંવાર ખરીદી કરી વેચાણથી લઈ જે સોના – ચાંદીનાં મુદ્દામાલનાં ઢાળીયા બનાવી નાખેલ . જે સોના ચાંદીના ઢાળીયા રાહુલભાઈ વિજયભાઈ ટુકડીયા પાસેથી કબજે કરવામાં આવેલ છે .
જે – તે સમયે સિહોર પોલીસ મથકમાં ઉક્ત આરોપીઓ સામે પોલીસ ફરીયાદ નોંધાતા પોલીસે તમામ આરોપીઓ સામે ઈ.પી.કો. ક્લમ ૪૭ , ૩૮૦ , ૧૧૪ , ૪૧૩ મુજબ ગુનો નોંધેલ હતો . આ અંગેનો કેસ આજરોજ ભાવનગરનાં પ્રિ – પીલ જજ આર.ટી. વછાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની અસરકારક દલીલો , આધાર પુરાવા , સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપીઓ ( ૧ ) મનોજ ( ૨ ) રાજુભાઈ ( ૩ ) ભરત ( ૪ ) મહીપત ( ૫ ) વિનુભાઈ સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો સાબિત માની ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને દરેકને રોકડ રૂા . ૩,૦ / – દંડ તથા આરોપી સોની ( ૬ ) રાહુલને દસ વર્ષની કેદની સજા અને રોકડ રૂા . ૨૦,૦૦૦ / – દંડ અદાલતે ફટકાર્યો હતો .