છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો : ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં ૧૧૮૪૮૮૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે
નવી દિલ્હી, તા.૧૫
ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ ૧૮માં દિવસે કોરનાના નવા કેસ ૧૦ હજારથી નીચે રહ્યા છે. દેશમાં હડુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૯૮૪ નવા કેસ નોંધાયા છે અને ૨૪૭ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૮૧૬૮ લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૮૭,૫૬૨ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૪૦૭૩ કેસ નોંધાયા છે અને ૧૭૪ સંક્રમિતોના મોત થયા છે. ૧૪ ડિસેમ્બરે ૫૭૮૪ નવા કેસ અને ૨૫૨ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે ૭૩૫૦ નવા કેસ અને ૨૦૨ લોકોના મોત થયા હતા. ૧૨ ડિસેમ્બરે ૭૭૭૪ નવા કેસ નોંધાયા હતા અને ૩૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. દેશમાં અત્યાર સુધીમાં ૧૩૪, ૬૧, ૧૪,૪૮૩ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૬૮,૮૯,૦૨૫ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૧,૮૪,૮૮૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે.