ભાવનગર બાર એસો.ના પ્રમુખ તરીકે સંજય ત્રિવેદી અને ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ પદે ધર્મેન્દ્ર ડાભીનો વિજય

110

ભાવનગર સીવીલ અને ક્રિમનીલ બાર એસોસીએશનના પ્રમુખ સહિતનાં હોદ્દેદારોની ચુંટણી આજે શુક્રવારના રોજ બાર એસોસીએશનનાં હોલ ખાતે યોજાઈ હતી.જેમાં ભાવનગર સીવીલ બાર એસોસીએશનની ચૂંટણીમાં કુલ ૬૨૩ મતદારોમાંથી ૩૩૨ મતદારોએ મતદાન કર્યુ હતું. આમ, ૫૩% જેટલું મતદાન થયેલ. જેમાં પ્રમુખપદે સંજયભાઈ ત્રિવેદીને ૨૯૨ મત મળ્યા હતા. જ્યારે તેમનાં નજીકનાં હરીકે ઉમેદવાર ગીતાબાને ૩૬ મત મળતા સંજયભાઈ ત્રિવેદીનો જવલંત વિજય થયો હતો.

જ્યારે ઉપપ્રમુખ પદે હિતેષભાઈ વ્યાસ બિનહરીફ ચુંટાયેલા તે જ રીતે મંત્રીપદે નિકુંજ મહેતા અને કલ્પેશભાઈ વ્યાસ પણ બિનહરીફ ચુંટાયા હતા જ્યારે ખજાનચી પદે અમિતભાઈ જાનીને ૨૧૨ તથા તેમનાં નજીકનાં ઉમેદવાર ચંદ્રસિંહ રાણાને ૧૦૮ મત મળતા અમીતભાઈનો વિજય થયો હતો. આ ચુંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે સીની. એડવોકેટ જે. ડી. સરવૈયા, જયેશ મહેતા સહિતના વકીલોએ સેવા આપી હતી.જ્યારે ભાવનગર ક્રિમીનીલ બાર એસોસીએશનની ચૂંટણીમાં કુલ ૩૩૦ મત પૈકી ૨૮૫ મતદારોએ મતદાન કર્યુ હતુ. જેમાં પ્રમુખપદે ધર્મેન્દ્રભાઈ ડાભીને ૧૨૭ મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકનાં ઉમેદવાર શીવભદ્રસિંહ ગોહિલને ૧૨૪ મત મળતા ધર્મેન્દ્રભાઈ ડાભી ત્રણ મતે વિજેતા જાહેર કરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદ માટે અનિલસિંહ જાડેજાને ૧૧૯ મત મળતા તેઓ ચુંટાયેલા જાહેર કરાયા હતા. મંત્રીપદે કિશનભાઈ મેરને ૧૧૨ અને યુવરાજસિંહ સોલંકીને ૧૧૨ મત મળતા બંને વિજેતા જાહેર કરાયા હતા.

જ્યારે ખજાનચી પદે જીનલબેન શાહને ૯૫ મત મળતા તેઓ વિજેતા જાહેર થયા હતા. આ ચુંટણીમાં ચુંટણી અધિકારી તરીકે એડવોકેટ એ.ડી.જોષી, પી.વી.જાની, આર.એલ.પટેલ, અતુલભાઈ પારેખ, મયુર ઓઝા, અમીત ચુડાસમા, અજય કે.ભટ્ટ, સી. એમ.પરમાર, દેવેન્દ્ર સીંગર સહિતના સીનીયર વકીલોએ સારી જહેમત ઉઠાવી હતી.આજે ભાવનગરનાં સીનીયર અને જુનીયર વકીલઓએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણ સંપન્ન થઈ હતી. મતદાન બાદ વિજેતા ઉમેદવારના ટેકેદારોએ કોર્ટ બહાર ભવ્ય આંતશબાજી કરી, ફુલહાર કરી વિજયોત્સવ મનાવ્યો હતો.

Previous articleભાવનગરમાં એક દિવસની રાહત બાદ કોરોના આજે ફરી નવા એક કેસ નોંધાયા
Next articleઆજે કુવરજીભાઈ બાવળીયા ડાયરાની રમઝટની મોજ માણી