ગામડાની એક શાળામાં વર્ગખંડોને હૂંફાળા રાખવા એક કોલસાનો ચૂલો રાખવામાં આવેલો. તેને પેટાવવાની જવાબદારી એક છોકરાને સોંપાઈ હતી. એક દિવસ સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આવીને જોયું કે શાળાનું મકાન ભડકે બળતું હતું. પેલા છોકરાને માંડ માંડ બહાર કાઢ્યો. તેનું અડધું શરીર ખરાબ રીતે દાઝી ગયેલું.
ડૉક્ટરોએ છોકરો નહીં બચે તેવી આગાહી કરી. પરંતુ, તેણે મનમાં નિશ્ચય કર્યો કે : ‘મારે જીવવું જ છે.’ આવા દૃઢ મનોબળને કારણે તે જીવી ગયો. પરંતુ ડૉક્ટરોએ કહ્યું : ‘છોકરો જીવી તો ગયો છે, પણ તેના પગ વાંકા રહી જશે અને તેનો ઉપયોગ તે જીવનમાં ક્યારેય નહીં કરી શકે. ત્યારે છોકરાએ ફરી મનમાં ધાર્યું કે : ‘મારે અપંગ નથી રહેવું, મારે ચાલવું છે.’ પરંતુ તે અશક્ય હતુ. કારણ, તેનાં બંને પગ નિર્જીવ થઈ ગયેલા.
ઘરે આવ્યા પછી તેની માતા રોજ તેના બંને પગે માલિશ કરી આપે તો પણ તેને સ્પર્શનો અનુભવ થતો નહીં. છતાં તેનું ચાલવાનું ધ્યેય તો દૃઢ જ હતું. તેને વ્હીલચેરમાં જકડાઈ રહેવું ન ગમતું હોવાથી તેની માતા તેને દરરોજ બગીચામાં લઈ જતી.
એક દિવસ બાળકે હિંમત કરી પોતાની જાતને વ્હીલચેરમાંથી નીચે ફેંકી અને ઘાસમાં ઘસડાવા માંડ્યું. ઘસડાતાં-ઘસડાતાં બગીચાની વાડ સુધી ગયો અને મહામુશ્કેલીથી ઊંચો થયો. રોજ તે પ્રમાણે કરતો અને અથાક મહેનતને પરિણામે તે એક દિવસ પોતાના પગ પર ઊભો રહી શક્યો. પછી તો ધીરે-ધીરે ચાલવા લાગ્યો. પછી નક્કી કર્યું કે મારે દોડવું છે, તો દોડવા પણ લાગ્યો. તેને દોડવામાં ખૂબ આનંદ આવતો. કૉલેજમાં તેણે એક ટ્રેક ટીમ પણ બનાવી.
જે છોકરો જીવતો બચે તેમ નહોતો, જે ક્યારેય ચાલી શકે તેમ નહોતો, તે બાળક યુવાન વયે તે સમયનો વિશ્વનો ઝડપી દોડવીર બન્યો. તેનુ નામ ગ્લેન કનિંગ્હમ.
ખરેખર, પાંખો વિના ઊડવાની અને પગ વિના દોડવાની ધારણશક્તિ પર રહેલી છે.
એટલે જ એક પંક્તિ આપણને સાર્થક થતી જણાય,
કદમ અસ્થિર હોય તેને રસ્તો કદી જડતો નથી,
અડગ મનમાં મુસાફરને હિમલાય પણ નડતો નથી.
જે વ્યક્તિ મનમાં ધારે અને તેને સમર્પિત થઈને યોગ્ય પુરુષાર્થ કરે તો તે વિશ્વની અપ્રતિમ સિદ્ધિઓને હાંસલ કરે છે.
એક બાળકે શાળાની દીવાલ પર મૂકેલા દુનિયાના સાત ખંડોના ઊંચા પહાડોનું ચિત્ર જોઈ વિશ્વની ટોંચે પહોચવાનું ધ્યેય બાંધ્યુ. ૨૨ મે ૨૦૧૦ ના દિવસે ૧૩ વર્ષીય બાળક જોર્ડન રોમેરોએ એવરેસ્ટ સર કરી વિશ્વના સૌથી નાની વયના એવરેસ્ટ સર કરનાર વ્યક્તિ તરીકેનો રેકોર્ડ સ્થાપ્યો. તે કહે છે : ‘વિશ્વની ટોચ પર પહોંચવું એ મારા જીવનનું મોટામાં મોટું ધ્યેય હતું. જે હું બને તેટલું જલદી પાર પાડવા માગતો હતો.
ભગવાન સ્વામિનારાયણ પણ પોતાનાં ગ્રંથ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનાં ૩૩માં કહે છે : “મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે ?” ખરેખર, મનુષ્ય દેહે કરીને વ્યક્તિ ધારે તે કરી શકે છે. દુનિયાને અશક્ય લાગતાં કાર્યો શક્ય કરી શકે છે…
યુરીએ ચંદ્ર પર જવા માટે ધાર્યું તો તે ચંદ્ર પર પહોંચ્યો, વિલિયમ પીટે ધાર્યું તો ૨૪ વર્ષે ન્ૈખ્તરં મ્ેઙ્મહ્વ ની શોધ કરી વિશ્વને અંધકારમાંથી બહાર કાઢ્યું.
શ્રીનિવાસને ધાર્યું તો ગણિતનાં – ૬૦૦૦ પ્રમેયો લખી ગણિત જગતના માપદંડ બદલી નાખ્યાં.
પ્રમુખસ્વામી મહારાજના ગુરુ અને વિશ્વવ્યાપી મ્.છ.ઁ.જી. સંસ્થાના સ્થાપક પ. પૂ. શાસ્ત્રીજી મહારાજે બાળપણમાં ધ્યેય નક્કી કર્યું કે મારે વિશ્વકલ્યાણ માટે મંદિર બનાવવાં છે. તો વિઘ્નોની વણજાર અને વિષમ પરિસ્થિતિમાંથી ડગ્યા વિના તથા દાણા, માણા, પાણા ને નાણા વગર પાંચ-પાંચ ગગનચુંબી શિખરબદ્ધ મંદિરોનું નિર્માણ કર્યું… પૂ. પ્રમુખસ્વામી મહારાજે ધાર્યું કે મારે વિશ્વને ઉચ્ચતમ પ્રદાન આપવું છે.
સમાજ અને સંસ્કૃતિનું સંવર્ધન અને સંરક્ષણ કરવું છે. તો ચારિત્ર્યયુક્ત શિક્ષણ આપતી ૧૦૦ થી વધુ શાળા, કૉલેજ અને હોસ્ટલોનું નિર્માણ કર્યું… લોકોનાં સ્વાસ્થ્યનાં રક્ષણ માટે હોસ્પિટલો અને મોબાઈલ હોસ્પિટલોનું નિર્માણ કર્યું. સંસ્કાર સિંચન માટે ૧૨૦૦ થી વધુ મંદિરો અને ૩ અક્ષરધામોનું સર્જન કર્યું. ૧૧૦૦ જેટલા ઉચ્ચશિક્ષિત સ્ત્રી અને ધનનાં ત્યાગી સાધુ બનાવ્યાં.આમ, વ્યક્તિ પોતાનાં મનમાં જે ધારે છે કરી શકે છે.
એટલે જ કહેવાયું છે,
પરાગ જો અંતરમાં હશે, તો તે પાંગરીને કદી પુષ્પ ખીલશે;
મનોરથો સ્વપ્ન મહીં હશે, તો સિદ્ધિરૂપે કાર્ય વિષે જ જન્મશે.
(ઉ.શ. જોશી)