બાળકોની રસીને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી અપાઈ

89

ઓછી આવકવાળા વિકાસશીલ દેશોમાં આ વેક્સીન વધુ ફાયદાકારક નીવડશે, દેશોમાં રસીકરણ ઝડપથી કરી શકાશે
નવી દિલ્હી,તા.૧૮
દેશમાં ઓમિક્રોનના વધી રહેલા કેસ વચ્ચે WHO એ સીરમ ઇન્સ્ટીટ્યૂટે તૈયાર કરેલી બાળકોની રસી Covavax ને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ અદાર પૂનાવાલાએ ટ્‌વીટ કરી આ અંગેની માહિતી આપી છે. તેમણે આ કપરા સમયમાં Covavaxને મુદ્દે વિશ્વ આરોગ્ય સંગઠને લીધેલા નિર્ણયને મહત્વનું પગલુ ગણાવ્યું છે. તેમનું કહેવુ છે કે, બાળકો માટેની રસીCovavax વધારે અસરકારક અને સુરક્ષિત છે. ર્ઝ્રદૃટ્ઠદૃટ્ઠટ કોરોના વેક્સીનને સીરમ ઇન્સ્ટીટ્યૂટે Novavax કંપની સાથે મળીને તૈયાર કરી છે. આ વેક્સીનના પરીક્ષણ મહત્વના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. જેના લીધે વિશ્વ આરોગ્ય સંગઠને રસીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી હોવાનું માનવામાં આવે છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧૪૫ નવા કેસ નોંધાયા
Next articleઓડિશાથી અગ્નિ પ્રાઈમ મિસાઈલનું સફળ પરીક્ષણ