ડી.જે. અને ઢોલના તાલે સરપંચો-સદસ્યોને વધાવવા ગ્રામજનો ગામડાની ગલીઓ સજાવી ગુલાલની છોળો ઉડાડી : ગામડાઓમાં સરપંચોનો વિજય ઉત્સવ શરૂ સવારથી શરૂ થયો અને મોડી સાંજ સુધી અકબંધ રહ્યો
રાજ્ય સાથોસાથ ભાવનગર જિલ્લામાં આવેલ ૨૪૪ ગ્રામપંચાયતોની ચૂંટણી ગત તા,૧૯ ડીસેમ્બરે યોજાઈ હતી અને ત્યારબાદ બેલેટ પેપરમાં બંધ સરપંચો-સદસ્યોના જનાદેશ મતપેટીઓમા બંધ હોય આ ચૂંટણી નું રીઝલ્ટ જાણવા ગ્રામ્ય જનતામાં ભારે ઉત્કંઠા નો આજે અંત આવ્યો છે સવારથી શરૂ થયેલી મત ગણતરી અને પરીણામો ની જાહેરાત સાથે ગામડાઓમાં વિજયી બનેલ સરપંચો તથા સદસ્યોને વધાવવા વિજય જશ્ર્નમા ગ્રામ્ય પ્રજા એકાકાર બની હતી
સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી હતી કે વર્તમાન કોરોનાની મહામારી ને લઈને વિજય ઉત્સવ ન મનાવો પરંતુ આ વાતને લોકો એ નઝર અંદાજ કરી વિજય ઉત્સવોમાં ઔતપ્રોત બન્યાં હતાં
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેર તથા તાલુકા મથકોએ મતગણતરી નો સવારે આરંભ કરવામાં આવ્યો હતો અને જેતે ગામના મતોની ગણતરી સાથે મત સંદર્ભે ના હોય પડેટ્સ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યાં હતાં જે અક્ષરસઃગામડાના યુવાનોએ પોતાના મોબાઈલોમા લખી પોતાના ગ્રામજનો માટે એકદિવસીય પત્રકાર જેવું કામ કર્યું હતું અને મતગણતરી બાબતે પળેપળ ના વાવડ લાઈવ પહોંચાડ્યા હતા જેમાં સરપંચ ની જીત ના સમાચાર મળતાની સાથે જ સરપંચોના ટેકેદારો – સમર્થકોએ વિજય ઉત્સવનો આરંભ કર્યો હતો
ઢોલ અને ડીજે જેવી સંગીત સુરાવલીના સથવારે વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા તેમજ મિઠાઈઓ વહેચવામાં આવી હતી સરપંચોને ગુલાલના રંગે રગદોળી આખાં ગામમાં વિજય ઉત્સવનું સરઘસ કાઢ્યું હતું કેટલાક ગામડાઓમાં તો જાણે સરપંચ તથા તેની પેનલ સમરાંગણ જીતી ગામમાં આવી રહ્યાં હોય એવો ઠાઠ રચ્યો હતો આ વિજય ઉત્સવોમાં કોઈ અપ્રિય ઘટનાઓ ન સર્જાય એ માટે પોલીસ તંત્ર સતર્ક રહ્યું હતું અને ગામેગામ વિજય ઉત્સવોમાં મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સવારથી શરૂ થયેલ વિજયી માહોલ મોડી સાંજ સુધી અકબંધ રહ્યો હતો અને સરકાર કે તંત્ર ની અપીલ કોઈ કામ આવી ન હતી.