ભાવનગરમાં ‘આઝાદી અને સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેને લગતા વિષયો’ સંબંધિત 1000 જેટલાં પુસ્તકોનું પ્રદર્શન યોજાયુ

130

પ્રદર્શનના શુભારંભ પ્રસંગે લોક ગાયક રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાની ટીમે દેશભક્તિના ગીતો રજૂ કર્યા
સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી વિવિધ રીતે થઈ રહી છે. તે અંતર્ગત ભાવનગર જિલ્લા ગ્રંથાલય દ્વારા આજે અને કાલે ‘આઝાદી અને સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેને લગતા વિષયો’ સંબંધિત 1 હજાર જેટલાં પુસ્તકોનું પ્રદર્શન શિશુવિહાર સંસ્થાના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. શિશુવિહાર સંસ્થાના ખાતે આજે 24 ડિસેમ્બરને શુક્રવારના રોજ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન યુવરાજ જયવીરરાજસિંહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પુસ્તક પ્રદર્શન નિહાળી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ બે દિવસીય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શનના શુભારંભ પ્રસંગે લોક ગાયક રઘુવીર કુંચાલા અને વિશ્વા કુંચાલાની ટીમ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ગ્રંથાલય નિયામક ડો.પંકજ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સરકારી જિલ્લા પુસ્તકાલયના સૌજન્ય થી આજે 1000થી વધુ પુસ્તકોનું આઝાદીને સંબંધિત પુસ્તકોનું મહાપ્રદર્શન રાખવામાં આવ્યું છે. આ પ્રદર્શનને નિહાળવા માટે ભાવનગર શહેરની જનતાને શુકવાર અને શનિવાર બે દિવસ 11 થી 6 નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગ્રંથાલય નિયામક પી.આઈ.સોલંકી, ગ્રંથપાલ ડો.રવિ પરમાર, કિશોરકુમાર રાવલ, ચેતન ઘડાડ તથા સ્ટાફના સભ્યો દ્વારા સફળ બનવવામાં ભારે જહેમત ઉઠાવી છે.

Previous articleલુધિયાણાની કોર્ટમાં બ્લાસ્ટથી બેનાં મોત, ચાર જણા ઘાયલ
Next articleભાવનગરના શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો