ગોસુભા પરમાર દ્રારા તાત્કાલિક મોત નો પથ્થર હટાવી કુંડી ઉપર લોખંડ નું મોટુ ઢાંકણુ મુકવામાં આવ્યુ,લોકોની ચિંતા દુર થઈ…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી એક સાંધો ત્યા તેર તુટે તેવી પરીસ્થીતી નું નિર્માણ થયુ છે.ત્યારે રાણપુર શહેર નો ગીબરોડ મુખ્ય રસ્તો છે.દરોજ આ રોડ ઉપરથી હજારો લોકો તથા વાહનો અને સ્કુલના બાળકો પસાર થાય છે.ગીબરોડ ઉપર અંડર ગ્રાઉન્ડ ગટર છે જેની અમુક અમુક અંતરે ૪ થી ૫ કુંડીઓ આવેલી છે અને આ કુંડીના ઢાંકણા છાશવારે તુટી જાય છે અને નાના-મોટા અકસ્માત સર્જાય છે ત્યારે ગીબરોડ ઉપર જન્મભૂમિ હાઈસ્કુલ પાસે છેલ્લા કેટલાક સમયથી અંડર ગ્રાઉન્ડ ગટરની કુંડી નું ઢાંકણુ તુટી ગયુ છે.તંત્ર એ ખુલ્લી કુંડી ઉપર મસમોટો મોત નો પથ્થર મુકી દેતા ચકચાર મચી ગઈ હતી.પથ્થર એટલો મોટો હતો કે જો કોઈ અકસ્માત સર્જાય તો લોકો ને જીવ ગુમાવવાનો વારે આવે તેવી સ્થિતી હતી.જેને લઈને અખબારો માં અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા.ત્યારે રાણપુર ગ્રામ પંચાયતના નવા ચુંટાયેલા સરપંચ ગોસુભા પરમાર એક્શનમાં આવ્યા તેમજ આ અખબારમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ ની તથા રોડ વચ્ચે મુકેલા મોત ના પથ્થર ને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે નવા ચુંટાયેલા સભ્ય મુકેશભાઈ કીહલા તથા સાગરભાઈ રૂદાતલાની હાજરીમાં મોત નો પથ્થર હટાવી લોખંડ નું ઢાંકણુ ફીટ કરવામાં આવતા રાહદારીઓ તેમજ ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અને નવા ચુંટાયેલ સરપંચ ગોસુભા પરમાર ની પ્રસંશા કરવામાં આવી હતી…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર