મુંબઇ, તા.૨૫
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે હાલમાં જ સિંગલ મધર બનવાનો નિર્ણય લીધો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આ બાબતે ચર્ચા થવા લાગી છે કે આખરે સ્વરા ભાસ્કરે કેમ સિંગલ મધર બનવાનો નિર્ણય લીધો છે? ત્યારે સ્વરાએ એવું પણ કહ્યું કે લોકો હવે મારા લગ્ન ક્યારે થશે તે વાતની પણ ચિંતા કરી રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં સ્વરા ભાસ્કરે કહ્યું કે ઘણાં એવા બાળકો છે જેમનો તૂટેલા પરિવારમાં ઉછેર થયો હોય. જ્યારે માતા-પિતા એકબીજાને પ્રેમ કરતા હોય અને એકબીજા સાથે સહમતિ દર્શાવે ત્યારે તેઓ આદર્શ હોય છે. સિંગલ પેરેન્ટ બનીને બાળકનો સ્વસ્થ વાતાવરણમાં ઉછેર કરવો વધુ સારો વિકલ્પ છે. આપણા સમાજમાં સિંગલ પેરેન્ટ દ્વારા બાળકને દત્તક લેવાના ઘણાં સારા ઉદાહરણ છે. સ્વરા ભાસ્કરે વધુમાં જણાવ્યું કે ’તે માતા-પિતા આદર્શ છે કે જેઓ પોતાના સંતાનને પ્રેમ કરે છે અને તેનું સમર્થન કરે છે. બાળકને સુરક્ષિત, પોષિત, સંરક્ષિત અને સારી રીતે દેખભાળ કરે છે તે સાચા અર્થમાં આદર્શ માતા-પિતા છે. ભારતમાં બાળકો તેમના દાદા-દાદી, કાકા-કાકી અને અન્ય સંબંધીઓ-મિત્રો વચ્ચે મોટા થાય છે. સ્વરાએ એવું પણ કહ્યું કે તેને એ વાતનો ડર નથી લાગતો કે જો બાળક જોઈએ તો લગ્ન કરવા જોઈએ. સ્વરાએ કહ્યું કે બાળક જોઈએ માટે હું કોઈ એવા વ્યક્તિ સાથે લગ્ન ના કરું કે જેને હું પ્રેમ નથી કરતી. સ્વરા ભાસ્કરે બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. થોડા સમય પહેલા તેણે ઝ્રીહંટ્ઠિઙ્મ છર્ઙ્ઘર્ૈંહ ઇીર્જેષ્ઠિી છેંર્રિૈંઅ દ્વારા એડોપ્શનની પ્રોસેસ શરૂ કરી દીધી છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં સ્વરાએ કહ્યું હતું કે મને હંમેશાં પરિવાર અને બાળકની ઈચ્છા હતી. મને એવું લાગે છે કે એડોપ્શન એક એવો રસ્તો છે જે થકી હું આ સપનાને પૂરું કરી શકું છું. હું નસીબદાર છું કે આપણા દેશમાં સિંગલ મહિલાઓને બાળક દત્તક લેવાની અનુમતિ છે. હું આ દરમિયાન ઘણાં કપલ્સને મળી છું જેમણે સંતાન દત્તક લીધું હોય. સ્વરા ભાસ્કરની જાણીતી બોલિવૂડ ફિલ્મો ’રાંઝણા’, ’તનુ વેડ્સ મનુ ૧’, ’નીલ બાંટે સન્નાટા’, ’અનારકલી ઓફ આરા’, ’વીરે દી વેડિંગ’ વગેરે છે. હવે તે ’શીર કૂરમા’, ’જહાં ચાર યાર’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.