ભાવનગર શહેર અને જિલ્લામાં ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન યોજાઈ

110

ભાવનગર ખાતે મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત વિભાગ દ્વારા ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત અને આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતું, માનવીની જીવન સાયકલ માં ખૂબ મોટા ફેરફારો થઈ રહ્યા છે,

જેમાં બિનચેપી રોગો ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા રોગો નું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેના નિયંત્રણ માટે વ્યાયામ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે, ત્યારે લોકોને ફીટ રાખવા મહાનગરપાલિકા ૪ કિમી અને જિલ્લા પંચાયત વિભાગ દ્વારા ૧૦ કિમી સાયકલોથોન નું આયોજન કરવામાં આવ્યું હતુ, મહાનગરપાલિકા ખાતેથી મેયર કીર્તિબેન દાણીધારિયા અને જિલ્લા પંચાયત વિભાગ ખાતેથી ડીડીઓ પ્રશાંત જીલોવા એ સાયકલોથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું, આ બંને ઇવેન્ટમાં ૧૫૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આઝાદી ના અમૃત મહોત્સવ રાષ્ટ્રીય આરોગ્ય મિશન ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત સાયકલોથોન -૨૦૨૧ “એક પેડલ તંદુરસ્ત સ્વાસ્થય માટે” ” સાયકલ ચલન થકી બિન ચેપી રોગ થી મુક્તિ” “ટીબી હરેગા દેશ જીતેગા.” સુત્રોચાર થી લોકોના સારા સ્વાસ્થય માટે તેમજ હદય રોગ, ડાયાબિટીસ, કીડની, કૅન્સર, જોવા રોગો ન થાય તે માટે સાયકલ ચાલન થકી સંદેશ પોહચાડવા તાલુકા હેલ્થ ઓફિસ પાલિતાણા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વાળુકડ, નોઘણવદર, ઘેટી, નાની રાજસ્થળી, લુવારવાવનાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, વડીયા, મોટી રાજસ્થળી, જમણ વાવ, રાણપરડા દ્વારા સાયકલ રેલી કાઢી લોકોને સાયકલિંગ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.

Previous articleશહેર ના અકવાડા ખાતે ગોપ કન્યા છાત્રાલયમાં ગોપિકા ભોજનાલયનું ઉદઘાટન અને સન્માન સમારંભ યોજાયો
Next articleકાનપરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન