દેશમાં ફરી માથું ઊંચકતો કોરોનો : છેલ્લા ૨૪ કલાકમાં ૬,૪૫૦ દર્દીઓ સાજા થયા, કુલ વધીને ૩,૪૨,૪૩,૯૪૫ દર્દીઓ સાજા થયા છે
નવી દિલ્હી, તા.૨૮
દેશમાં મંગળવારે સવાર સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૬,૩૫૮ નવા કેસ નોંધાયા. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૧૪૨.૪૭ કરોડ લોકોને રસી આપવામાં આવી. ભારતમાં સક્રિય કેસનું ભારણ ૭૫,૪૫૬ થયું. સક્રિય કેસ કુલ કેસનાં ૧% કરતા ઓછા છે, હાલમાં ૦.૨૨% છે, માર્ચ ૨૦૨૦ પછી સૌથી ઓછા છે. જ્યારે સાજા થવાનો દર હાલમાં ૯૮.૪૦% નોંધાયો, માર્ચ ૨૦૨૦થી સૌથી વધુ નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬,૪૫૦ દર્દીઓ સાજા થયા, કુલ વધીને ૩,૪૨,૪૩,૯૪૫ દર્દીઓ સાજા થયા. દૈનિક પોઝિટિવીટી દર ૦.૬૧% પહોંચ્યો, છેલ્લા ૮૫ દિવસથી ૨% કરતા ઓછો છે. સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા ૪૪ દિવસથી ૧% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં ૦.૬૪% છે.કુલ ૬૭.૪૧ કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ૨૬ ડિસેમ્બરના રોજ ૬૯૮૭ કેસ અને ૧૬૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૫ ડિસેમ્બરે ૭૧૮૯ નવા કેસ અને ૩૮૭ સંક્રમિતોના નિધન થયા હતા. ૨૪ ડિસેમ્બરે ૬૬૫૦ કેસ અને ૩૭૪ સંક્રમિતોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ અને ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.
૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હબતહતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.