ભાવનગર શહેર જીલ્લામાં વસતા વાટલિયા પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરતો કાર્યક્રમ યોજાયો હતો.
શહેરનાવડવા તલાવડી વિસ્તારમાં આવેલ વાટલિયા પ્રજાપતિ (કુંભાર) સમાજની વાડી ખાતે આજરોજ જ્ઞાતિ અગ્રણી ડો. ધીરૂભાઈ ધંધુકિયા ડો. યજ્ઞીકભાઈ, રમેશભાઈ વાળાની ઉપસ્થિતિ વચ્ચે વિદ્યાર્થીઓએ એજયુકેશનમાં મેળવેલ ઝળહળતી સિધ્ધીઓને બિરદાવી પ્રોત્સાહિત કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે જ્ઞાતિના હોદ્દેદારો સહિત મોત સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતાં.