ભાવનગર મનપાના પોણા પાંચ કરોડના પાણી પુરવઠાના વિવિધ કામોનું રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું

131

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આજે સવારે શહેરના રિંગરોડ પર આવેલા બાલયોગી નગર ખાતે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ તથા 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ.475 લાખના ખર્ચે પાણીની લાઈન અદ્યતન કરવાનાં તથા ડી.આઇ. પાઇપલાઈન નાંખવાના વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.

આજે ખાતમુહૂર્ત થયેલા કામોમાં બાલયોગીનગર ઈ.એસ.આર. થી એરપોર્ટ રોડ બગીચા સુધી 600 એમ.એમ. ડાયા ડી.આઈ. લાઈન તથા સુભાષનગર ચોક સુધી 400 એમ.એમ.ડી.આઈ. નાંખવાનું કામ અંદાજિત રૂ.304 લાખના ખર્ચે, ફુલસર ટી.પી. સ્કીમ નંબર-24 માં સતનામ ચોકડીથી ઇ.ડબલ્યુ.એસ. ફુલસર સુધીના 24 ટી.પી. રસ્તા પર 200 એમ.એમ. ડાયા ડી.આઈ. નાંખવાનું કામ અંદાજીત રૂ. 55 લાખના ખર્ચે તેમજ કાળીયાબીડ 36 મીટર ડી.પી. રોડ સાગવાડી થી વિક્ટોરીયા પાર્કની દીવાલને સમાંતર આવેલ રસ્તા પર નીલમણીનગર સુધી 400 એમ.એમ. ડાયા તથા 300 એમ.એમ.ડાયાની ડી.આઈ.લાઈન આશરે રૂ.116 લાખના ખર્ચે નાખવાના કાર્યનો સમાવેશ થાય છે. આ લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારીયા,પૂર્વ મંત્રી અને ધારાસભ્ય વિભાવરીબેન દવે, ડેપ્યુટી મેયર કુણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર એમ.એ. ગાંધી, સ્થાનિક કોર્પોરેટરઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર જિલ્લામાં 70 વર્ષ બાદ ચિલોત્રા પક્ષી જોવા મળ્યું,
Next articleભાવનગર શહેરમાં 15 કિમીની ઝડપે પવન ફૂંકાતા ફરી તીવ્ર ઠંડી, તાપમાનનો પારો ગગડ્યો