આજની ઠંડી હવા સાથે ઝગમગતો સૂર્ય અને સાથો સાથ સવાર-સવારમાં કુમળી સૂર્યની કિરણ સાથે વર્ષ ૨૦૨૨ ની પરમ પ્રભાત આવી છે છે આપણા બધા માટે અનેક પ્રકારની તક અને લક્ષ્ય સાથે લઈને , તો ચાલો આજના પ્રથમ દિવસે આ વર્ષના ચોપડાનું ચિત્રકામ કરીએ. વધતા કે ઓછા પ્રમાણમાં આપણે સહુ આ સૃષ્ટિના સર્જનહાર પર વિશ્વાસ ધરાવીએ જ છે એટલેજ કદાચ સારા કે અઘરા દરેક પ્રસગે જ્યારે નિરાંતે એકાંતમાં બેઠા હોય છે ત્યારે આપણે હે નાથ, હે ભગવાન કે હે મા એવો કોઈ એક સાદ ચોક્કસથી બોલતા જ હોઈએ છીએ. આપ સહુએ ગુજ્જુભાઈ નાટક તો જોયું જ હશે. યાદ છે એમાં સિદ્ધાર્થભાઇ શેઠ અને બકુલ બૂચ એમનો મેનેજર આવે છે જે શરુવતના નાટકમાં જ જ્યારે એક ગ્રાહક આવે છે ત્યારે ગુજ્જુભાઈ તેમના સાથી કલાકાર બકુલ બુચના મમ્મીને હૃદયમાં છેદ એટલે કે કાણું છે એવું બહાનું કાઢીને ઘરાકને સમજાવે છે, ત્યારે તે ભાઈ બોલે છે સહુ સારાવાના થશે યાદ આવ્યું ??? જો નહીં તો એક વાર જોજો ચોક્કસથી. આજ શબ્દ મજાકમાં બોલ્યો હોવા છતાં તે સમયે હાશકારો આપતો જણાય છે અને આજ આ શબ્દ ફરી એક વાર આજે મે મારી એક સ્કૂલ ફ્રેન્ડના મુખે સંભાળ્યો. આમ તો છેલ્લી મુલાકાતને પણ લગભગ ૧૫-૧૭ વર્ષ થઇ ગયા હશે પણ આ વર્ચુઅલ વોર્લ્ડમાં સોશ્યિલ મીડિયાના પ્રતાપે આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેઠેલા લોકોને નેટ વળે કનેક્ટ થઇ શકીએ છીએ. મારા એક લેખ પર પ્રતિભાવ આપીને સહજ ભાવે એને કહ્યું જો તારા શબ્દને, આ શબ્દ સાથે જોડીને સમાજને એક સારો વિચાર પીરસી શકતો હોય તો આના પર લખજે,બસ પછી તો કાગનું બેસવું અને ડાળનું પડવું જેવું થયું. મને થયું મારી પ્રસંશા માટે નહિ પણ પણ જે વ્યક્તિના મનમાં સુવિચાર આવ્યો છે એના વિચારથી લોકોને થોડી ઘણી આશાની કિરણ દેખાઈ એવો એક સંદેશ આપીએ તો કેવું રહે. હું વાત કરું છું મારી ડોક્ટર ફ્રેન્ડ ઉર્વી, નામ એવાજ ગુણ ઊર્વી મતલબ કે પૃથ્વી એક શ્રેષ્ઠ ડોક્ટરની સાથે શ્રેષ્ઠ વ્યક્તિની ઓળખ એના વ્યહવાર પરથી સમજાઈ જ જાય ટૂંકમાં કહેવાયને એકદમ સરળ સ્વાભાવી, બાકી આજકાલ ઘરમાં કે ગામનું કોઈ સરપંચ હોયને તો પણ લોકો ૭માં આસમાને પહોંચી જાય છે. સહુ સારાવાના થશે મતલબ કે બધું સારું જ થશે હવે આને પુરવાર કરવા માટે વૈજ્ઞાનિક ઉદાહરણ આપું આપણે ભાણીયા જ છીએ કે ઝાડને તમે સંગીતની સાધના કરાવો તો તે ધીમે ધીમે ખીલી ઊઠે છે, તમે જે રૂમમાં બેઠા હોવ ત્યાં એક સુગંધની છાંટ કરો તો તમને અને રૂમમાં બેઠેલા તમામને એક સુખદ આનંદની અનુભૂતિ થાય છે અને એવીજ રીતે તમે ગમે તેવા મુશ્કેલ સમયમાં હોવ અને કુટુંબના સભ્યો સાથે બેસો કે પછી ઈશ્વરના ઓટલે બેસો છો ત્યારે તમને થોડીક ટાઢક મળે છે એટલે કે શાંતિ મળે છે, બસ તો આજે નવા વર્ષે નવું બીજું કંઈ ન કરો તો એક આશા અને આસ્થા ઈશ્વર પર રાખજો કે આજે નહિ તો કાલે સહુ સારાવાના થશે જ. રોજ ૨-૫ વાર આ શબ્દને રટણ કરશો તો બીજી તો ખાતરી નથી આપતો પણ થોડી વાર માટે તમને બહુ જ સારું ફીલ થશે અને દિવસ ભર તમારી ઇમ્મુનીતી બૂસ્ટર સમ તમારા તન અને મનમાં ઊર્જા રેહશે બાકી ૭૦-૮૦ વર્ષના જીવનમાં તકલીફ તો રેહવાનીજ કેમ કે આપણા જન્મ સાથે જગતના નાથે એવો કોઈ કરાર નથી કર્યો કે બધું મસ્ત જ થવાનું છે. આજે સારું કે કાલે ખરાબ ચડતી પડતી તો આવશેજ પણ થોડાક પોઝીટવ હશો તો જિંદગી સામે ઝુમવાની અને જજુમવાની ઊર્જા મળતી રહશે, લ્યો તે ચાલો કાલે ફરી મળીશું એક નવા અભ્યાસમાં ત્યાં સુધી સાલ મુબારક સાથે ઠંડીમાં અત્યારે તો બધાને શાલ અને સ્વેટર મુબારક, ખજૂરનો ખજો પાક અને ઉતારજો શરીરનો થાક, શિયાળામાં જે ખાઈ ભાજી એ થાય ૧૨ માસ રાજી અને છેલ્લે હજી એક હેલધિ ટિપ્સ રૂપી ટુચકુ, રાખશો જો એવો વિશ્વાસ કે કરશે સહુ સારું મારો નાથ, જોડીને બે હાથ તો હંમેશા એનો મેહસૂસ કરશો આપની સાથ. જેને જગત ઓળખે છે નામથી અનાથનો નાથ એમનું નામ છે દ્વારિકાનો નાથ. વર્ષોથી એટલેજ કદાચ કેહવાય છે છે કે માંગે ૨૦ અને આપે ૩૦ એવો સહુ કોઈનો ભોળિયો દ્વારકાધીશ.
ભાવિક બી. જાટકીયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪