તસ્કરો કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 20 હજાર અને દાગીના ચોરી કરી ગયા
શહેરના વડવા વિસ્તારમાં ગઈકાલે રાતના સમયે રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેમજ કબાટમાંથી રોકડ તથા દાગીના મળી રૂ. 50 હજારના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ હતા. દરમિયાન આ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ હતી. જેથી પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના વડવા વિસ્તારમાં જૂની એસબીઆઈ પાસે રહેતા અરવિંદભાઇ વાઢેરના મકાનમાં ગતરાત્રિના રોજ તસ્કરો ત્રાટક્યા હતા. તેમજ ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 20 હજાર અને દાગીના મળી રૂ. 50 હજારનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના cctvમાં કેદ થઈ હતી. આ ચોરીની સવારે જાણ થતા તુરંત જ પોલીસ મથકમાં જાણ કરાતાં નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ભરચક એવા વડવા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ બનતા સ્થાનિક વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી છે.