૪૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે જ્યારે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૪,૭૮૧ પર પહોંચી છે
નવી દિલ્હી, તા.૧
ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૨૨,૭૭૫ નવા કેસ નોંધાયા છે અને ૪૦૬ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧,૦૪,૭૮૧ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૮ ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ ૧૪૩૧ થયા છે. ૩૧ ડિસેમ્બરે ૧૬,૭૬૪ નવા કેસ અને ૨૨૦ લોકોના મોત થયા હતા. ૩૦ ડિસેમ્બરે ૧૩,૧૫૪ નવા કેસ અને૨૬૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૯ ડિસેમ્બરે ૯૧૯૫ કેસ અને ૩૦૨ સંક્રમિતોના મોત થયા હતા. ૨૮ ડિસેમ્બરે ૬૩૫૮ કેસ નોંધાયા હતા. ૨૭ ડિસેમ્બરે ૬૫૩૧ કેસ અને ૧૬૨ સંક્રમિતોના મોત થયા હતા. ૨૬ ડિસેમ્બરના રોજ ૬૯૮૭ કેસ અને ૧૬૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૫ ડિસેમ્બરે ૭૧૮૯ નવા કેસ અને ૩૮૭ સંક્રમિતોના નિધન થયા હતા. ૨૪ ડિસેમ્બરે ૬૬૫૦ કેસ અને ૩૭૪ સંક્રમિતોના મોત થયા હતા. ૨૩ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ અને ૪૩૪ લોકોએ જીવ ગુમાવ્યો હતો. ૨૨ ડિસેમ્બરે ૬૩૧૭ નવા કેસ ૩૧૮ સંક્રમિતોના મોત થયા હતા. ૨૧ ડિસેમ્બરે ૫૩૨૬ નવા કેસ અને ૪૫૩ સંક્રમિતોના મોત થયા હતા. ૨૦ ડિસેમ્બરે ૬૫૬૩ નવા કેસ અને ૧૩૨ સંક્રમિતોના મોત થયા હતા. ૧૯ ડિસેમ્બરે ૭૦૮૧ નવા કેસ અને ૨૬૪ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૧૮ ડિસેમ્બરે ૭૧૪૫ નવા કેસ સામે આવ્યા હતા અને ૨૮૯ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. ૧૭ ડિસેમ્બરે ૭૪૪૭ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૩૯૧ સંક્રમિતોના મોત થયા હતા. ૧૬ ડિસેમ્બરે ૭૯૭૪ નવા કેસ અને ૩૪૩ સંક્રમિતોના મોત થયા હતા. ૧૫ ડિસેમ્બરે ૬૯૮૪ નવા કોરોના કેસ નોંધાયા હતા અને ૨૪૭ લોકોના મોત થયા હતા.