અલ્યા ભઈ ચ્યમ નું હે, બધા મોજામાંને, નવા વરહ ની ઉજવણીમાં ચ્યો હેડ્યાવ્યા. બાકી બોલો રોમ રોમ, હેડો તઈ ઓજે તમને આ ઇન્ટરનેટનો ઇમેલ વિશે થોડી મોહિતિ આલુ. એનું કોરણ હે સાલા બધા ઓપ્ને એવું હમજે જોણે આપણે ડફોળ ના હોય. કેવું લાગ્યું ઉત્તર ગુજરાતનું રજવાડું એટલે મેહાણું. લ્યો તે કરું વિસ્તારથી વાત. ગુજરાતની અનેક ભાષામાંની એક ભાષા એટલે મેહસાણાની ભાષા જે તમને ઉત્તર ગુજરાતમાં બાજુ વધારે સાંભળવામાં આવે છે જેવા રીતે ગુજરાતની કાઠિયાવાડી ભાષામાં વિવેક અને સ્નેહ હોય છે એવીજ રીતે મેહસાણા ભાષા મને ખાસ તો બોલતા નથી આવડતી પણ સાંભળવામાં બહુ મજા આવે છે અને હાર વખતની જેમ આ વખતે જ મારા શીર્ષકમાં આખી વાતનો મર્મ મૂકી દીધો છે તો આવો ૨૦૨૨ ના પ્રથમ સોમવારે આજે સમજીએ કઈ રીતે ઈન્ટરનેટ યુગ માં કઈ રીતે થોડી સાવચેતી થી આપણે તેમજ આપણા અંગતને છેતરપિંડી થી બચાવીએ. ટેકનોલોજીના આજના યુગમાં સમય સાથે ડિજિટલ પ્લેટફોર્મ મેદાન માર્યું છે. ક્ષણવારમાં કલાકના કામો સામાન્ય કોમ્પ્યુટર કે મોબાઈલ દ્વારા રમતા રમતા પતિ જાય છે અને ખરેખર તેને શીખવું જરૂરી પણ છે નહિ તો જેમ સમય સાથે કદમ ન મિલાવતા એક જમાનાની એકહથ્થું શાસન ધરાવતા મોટી મોબાઈલ કંપનીને પણ શાંત ચિત્તે બેસી જવું પડ્યું હતું. નામ તો તમને ખબર પડી જ ગઈ હશે, જો નહિ તો ચાલો ઉદાહરણ તરીકે તમને કહી દવ એની રાશિ છે વૃશ્ચિક (ન.ય) હવે વધારે નહિ કહું, બધું મોઢે મોઢ ના કહેવાય નહિ તો ફાંફા પડી જાય. ચાલો હવે આડી અવળી વાત ન કરતા આવીએ મુદ્દા પર, તમે પેપર કે સોશિયલ મીડિયા ન્યૂઝ દ્વારા રોજ ૨-૫ ઘટના સાંભળતા જ હશો કે આજે ઓનલાઇન ફ્રોડ થયો, ઓટીપી માંગીને છેતરી ગયા, લોટરી લાગી છે કહીને પૈસા પાડવા દીધા , ફોરેનથી પાર્સલ આવયું છે કહીને ૨૫૦૦૦ બેંકમાં નાખવા કહ્યું. આ તો બહુ જૂનના તુક્કા છે હવે તો લોકો આનાથી આગળ વધ્યા છે. તાજેતરનો જ દાખલો છે કે નમો સાહેબનું અને જ્હોન અબ્રાહમ નું ટિ્વટર એકાઉન્ટ હેક થયું હતું યાદ આવ્યું??? લગભગ સમગ્ર દેશને ખબર જ છે તેમ છતાં તમને ન ખબર હોય તો આપણી ઓલ ટાઈમ ફ્રી સ્કૂલ ગૂગલે બાબા નો સંપર્ક આજે જ કરો જ્યાં તમને જાણવા મળશે આખા વિશ્વની અલક મલકની વાતો. ઓનલાઇન છેતરપિંડી નો દોર ડ્રગની જેમ સીટી, શહેર અને આખા વિશ્વમાં ઝેરની માફક ફેલાયેલો છે કે હવે તો એની સામે લોકો બીટકોઈનની માંગણી કરે છે એટલે કે એ વસ્તુ તમારે માનવી જ પડશે કે તમારો ગોપનીય ડેટા અને અન્ય દસ્તાવેજો તમે અનેક પ્રયાસો કરવા છતાં તે છુપા નથી, હા જ્યાં સુધી તે તમારા માટે મુસીબત નથી બનતા ત્યાં સુધી બાકી તમારા પળે પળની માહિતી આ હેકરો પાસે છે. અત્યારે સમય એવો છે કે હાલ ચાલતી ટેક્નોલોજી સાથે કદમ મિલાવવો અતિ આવશ્યક છે પણ સાથે સાથે તેની સાથે સાવચેતી પણ રાખવા જરૂરી છે લ્યો તો આજે મન્ડે મેજિકમાં થોડા સરળ ઉપાય શીખીએ અને આપણા સાથે ફ્રોડ થતા રોકીએ. ક્યારેય કોઈની સામે પોતાનો પાસવર્ડ શેર નહિ કરવો, ક્યારેય તમારા પાસવર્ડમાં તમારો મોબાઇલ નંબર કે જન્મ તારીખ ન રાખવા, જ્યારે પણ એટીએમમાંથી રોકડા ઉપાડો ત્યારે હંમેશા ધ્યાન રાખો કે તમે જે પિન એન્ટર કરો તેના પર કોઈની દ્રષ્ટિ ન પડે. ક્યારેય મોબાઈલ અને ઇમેઇલ દ્વારા બેન્કમાંથી ઓટીપી માંગે તો તે વસ્તુ સાથે તરત જ છેડો ફળી દેવો. તમે જ્યારે જ્યારે બહાર ફરવા જાવ છો ત્યારે સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવાનું ટાળો, એક વાર ફરીને આવો પછી અપલોડ કરો કારણ તાજેતરમાં જ બનેલો એક બનાવ મારા મિત્રએ એક કલાક પહેલા સ્ટેટ્સ મૂક્યું કે ગોઈંગ લખનઉ, વેઇટિંગ તો મીટ તાજમહાલ અને બીજા દિવસે મને ફોન કર્યો ભાવિક, વોચમેનનો ફોન આવ્યો કે ગઈ રાત્રે મારા ઘરે ચોરી થઇ લાગે છે તું મારા ઘરે જઈશ હું સુરત ન આવું ત્યાં સુધી, એટલે કે આવા સાયબર એક્સપર્ટ તમારો તોડ માટે તૈયાર જ છે. આમ તો તમે બધા જ હોશિયાર છો અને બેન્ક તેમજ સરકાર દ્વારા વારંવાર માહિતગાર કરવામાં આવે છે તેમ છતાં અનેક લોકો ગેરસમજ ના લીધે ભેરવાઈ જય છે માટેજ ઇમેલ શબ્દ સાથે ઈ (મેલ) એટલે કે મૂકી દેવું, એટલે કે છોડી દેવું તો બસ સહુ કોઈ પોતાની જાતને કોરોનના વાયરસ સાથે ઈન્ટરનેટન ચીટિંગ વાયરસ સામે પણ સંરક્ષણ માટેના સેફટી સ્ટેપ્સ અપનાવજો બાકી આ સોશ્યિલ મીડિયા અને ટેક્નોલોજી એટલી ફોરવર્ડ છે કે આવનારા સમયમાં તમે તમારા મનને માનવીને જૂઠું બોલ્યા હશોને તો પણ મશીન કહી દેશે કે આ ખોટું બોલે છે. તો હમજી જ્યાં ભઈ જેમ તેમ ફોફા ન મારવા અને હોચવીને હેડો નહીંતર ઢેકણું, પૂછડું અને ફલાણું આઈ જશે ને તો વાંધો પડી જશે. સાવધાન રહો અને સુરક્ષિત રહો, ગભરાવાથી સમસ્યા ઓછી નહિ પણ વધી જાય છે જેનું તાજું ઉદાહરણ છે વૈષ્ણોદેવી મંદિર ફક્ત ભાગમભાગમાં ૧૨ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા. અંતે છેલ્લે દેસર્ટમાં મારી કવિતા ઓનલાઇનના રોડ પર છે ઘણા બધા ફ્રોડ, મારજે તું પ્રાઇવસીની બ્રેક નહિ તો લાખોની બેંક બેલેન્સ થશે ક્રેક, એરબેગ સમક્ષ ઓટીપી છે રક્ષણનું બાકી સાવચેતી નહિ રાખી તો ક્યારેય કામ નહિ લાગે મોબાઈલ લોક રૂપી સ્પેરવિલ. અને છેલ્લે ૨૦૨૨ નો એક ફેક્ટ આ વર્ષે દર ૪ સેકેન્ડે એક બાળક કે બાળકી નો જન્મ થશે.
ભાવિક બી. જાટકીયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪