રાણપુરની જન્મભૂમિ હાઈસ્કુલના વિદ્યાર્થીઓને વેક્શિન આપવાનુ ચાલુ,500 વિદ્યાર્થીઓને વેક્શિન આપવામાં આવશે..

346

નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્રારા 500 વિદ્યાર્થીઓને વેક્શિન(રસી)આપવામાં આવશે.
સરકાર દ્રારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો માટે રસીકરણ નો પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત ધી.જન્મભૂમિ હાઈસ્કુલ ખાતે રાણપુર તાલુકા આરોગ્ય વિભાગના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્રારા 15 વર્ષથી 18 વર્ષ સુધીના વિદ્યાર્થીઓને વેક્શિનેશન આપવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા ની હાજરીમાં વેક્શિનેશન કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.આ વેક્શિનેશન કાર્યક્રમમાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્રારા 500 વિદ્યાર્થીઓને વેક્શિન(રસી)આપવામાં આવશે.ધી.જન્મભૂમિ હાઈસ્કુલના સ્ટાફે વધુમાં વધુ વિદ્યાર્થીઓ વેક્શિનેશન કરાવે તેવુ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યુ હતુ.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleપ. બંગાળમાં આજથી શાળા-કોલેજ બંધ કરવા નિર્ણય
Next articleરાણપુરમાં મનુભાઈ શેઠ સ્કુલ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ દ્રારા વિદ્યાર્થીઓને માહીતગાર કરાયા.