ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતમાંથી 152 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો
રાજ્યકક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિદ્યાર્થિની કટેસીયા નીતાએ 4400 પગથીયા 44.7 મિનીટમાં ચડી ઉતરીને ભાવનગરનું ગૌરવ વધાર્યુ છે. સમગ્ર ગુજરાતમાંથી 152 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટેસીયા નીતાએ રાજ્યકક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જુનાગઢના ભવનાથમાં તાજેતરમાં અખિલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 152 વિદ્યાર્થિની બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિની કટેસીયા નીતાએ 44.7 મીનીટમાં 4400 પગથીયા ચડી-ઉતરીને ઉત્કર્ષ પ્રદર્શન કરી ટ્રોફી પ્રાપ્ત કરી હતી. જેથી કોલેજ અને ભાવનગરનું ગૌરવ વધાર્યું હતું. કટેસિયા નીતા આ સિદ્ધિ બદલ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યાં હતા.