વૈશ્વિક મહામારી સર્જતા કોરોના વાયરસ નું હવે નવું સ્વરૂપ ઇમિકોન નો ખતરો તોળાઈ રહ્યો છે,ત્યારે સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવાની શક્તિ ધરાવતી વિશ્વની એક માત્ર પ્રાચીન વૈદિક પદ્ધતિ “યજ્ઞ” છે જે પદ્ધતિમાં મેડીસીનલ સ્મોક (હવન ના ધૂમ્ર) દ્વારા સમગ્ર વાતાવરણ શુદ્ધ થવાની સાથે મનુષ્ય સહિતના પ્રાણી માત્રની ઇમ્યુનીટીમાં વધારો કરે છે તેમ ડૉ. ઓમ ત્રિવેદીએ જણાવ્યું છે. ચોક્કસ પ્રકારના દ્રવ્યો (સમિધા, વૈજ્ઞાનિક સામગ્રી, ગાયના ઘી) સાથે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ કરવાથી આજુ બાજુના કિમીના વિસ્તાર માં ૧૦-૧૫ દિવસ સુધી તેની અસર રહે છે.
વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ દ્વારા ઉત્પન્ન થતા વાયુ સમગ્ર વાતાવરણમાં ફેલાઈ એક ચોક્કસ પ્રકારનું અભેદ કવચ જેવું આવરણ બનાવે છે જે ઝેરી અને નુકસાનકારક વાયરસો/ વાયુઓને નષ્ટ કરે છે સાથે શ્વાસો શ્વાસમાં જવાથી તેજ વાયુ પ્રાણી માત્રની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે. આવનારા વાયરસના આક્રમણને ઝડપથી ખાળવા માટે શાળા – કોલેજો અને જાહેર સ્થળો પર તાકીદે યજ્ઞ શાળાઓ નું નિર્માણ થાય તે જરૂરી છે, આ યજ્ઞકાર્ય શાળાઓ ખુબજ ઓછા ખર્ચમાં ,ખૂબ ઓછી જગ્યામાં બની શકે છે તેમજ આ માટે ના વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ ની પદ્ધતિ પણ ખૂબ સરળ અને ઓછા સમયમાં થઈ શકે તેવી છે,તેમાં ઉપયોગમાં લેવાતા દ્રવ્યો નો ખર્ચ પણ અન્ય ખર્ચ સામે નહિવત રહે છે, અઠવાડિક આ વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞ કરવાથી સમગ્ર વાતાવરણ ની શુદ્ધિ સાથે લોકોના આરોગ્ય સુધરશે તે નિશ્ચિત છે. અન્ય વિસ્તારો કે બજારો માં વ્યાપક યજ્ઞયાત્રા આયોજનો થવા જરૂરી છે,આ માટે યજ્ઞ કુંડ નિશુલ્ક ફાળવવામાં આવશે. યજ્ઞ શાળાઓ ના નિર્માણ અને વૈદિક વૈજ્ઞાનિક યશ પદ્ધતિ માટે તથા જે પરિવારો આ વાયરસ થી સંક્રમિત હોય ત્યાં તેઓની ઈચ્છાથી ,જરૂરી સામગ્રી ઉપલબ્ધ કારવ્યે થી હું સ્વયં આ વૈદિક કરાવવા માટે સદાય તત્પર રહીશ. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન યજ્ઞ થેરાપી પર સંશોધન કાર્ય કરી સંશોધિત વૈદિક વૈજ્ઞાનિક પદ્ધતિ આધારે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં કરેલ “વૈજ્ઞાનિક યજ્ઞો” અને “યજ્ઞયાત્રા”ઓ ના નોંધપાત્ર પરિણામો મળેલ છે. મહામારી માટે સરકારની માર્ગદર્શિકા સાથે પ્રાચીન વૈદિક પદ્ધતિ મુજબના વૈજ્ઞાનિક કર્યો કરી આપણે સૌ સાથે મળી આ અને આવનારા કોઈપણ આક્રમણ સામે જીતી શકીશું. આ કાર્ય માટે કે આ બાબતના કોઈ પણ પ્રકારના માર્ગદર્શન માટે ૯૯૨૪૩૪૩૫૩૬ પર મારો સંપર્ક કરી શકો છો તેમ ઓમ ત્રિવેદીએ જણાવ્યું છે.