ધો.૧થી ૯ના વર્ગો બંધ કરવાની જાહેરાત કરાઈ

97

આ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે : રાજ્યના મહાનગરો ઉપરાંત આણંદ, નડિયાદમાં રાતના ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે
ગાંધીનગર, તા.૭
રાજ્યમાં શરૂ થયેલી કોરોનાની થર્ડ વેવમાં રોજેરોજ ધડાધડ કેસો વધી રહ્યા છે, ત્યારે સરકારે આખરે રાત્રી કરફ્યુનો સમય વધારવા સહિતના આકરાં પગલાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. બાળકોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરણ ૧થી ૯ના વર્ગો બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે, આજે જ કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોઈ પ્રકારનું લોકડાઉન લાદવામાં નહીં આવે.રાજ્યના મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં હવેથી રાતના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. જોકે, દુકાનો, ગલ્લા, ખાણીપીણી બજાર, મોલ્સ, સલૂન સહિતની તમામ કોમર્શિયલ ગતિવિધિ રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે. હોટેલ રેસ્ટોરાં પણ ૭૫ ટકા કેપેસિટી સાથે રાતના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહી શકશે, અને હોમ ડિલિવરીની સેવા રાતના ૧૧ વાગયા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં આજે જે નિયંત્રણોની જાહેરાત કરવામાં આવી છે તે ૧૫ જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. આજે સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટિમાં કોરોનાનો પ્રસાર રોકવા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાત્રી કર્ફ્‌યૂનો સમય વધારીને ૧૦થી ૬નો કરાયો છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ ઉપરાંત આણંદ અને નડિયાદમાં પણ કર્ફ્‌યૂ લાગુ પડશે. જોકે, સરકાર તરફથી એ પણ સ્પષ્ટતા કરાઈ છે કે તમામ પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ સિવાય કોઈપણ રાજકીય, સામાજિક કે ધાર્મિક પ્રસંગમાં ખૂલ્લી જગ્યામાં ૪૦૦ વ્યક્તિ જ્યારે બંધ જગ્યામાં ક્ષમતાના ૫૦ ટકા લોકો ભેગા થઈ શકશે.

Previous articleઆભમાં ઉડાન:- પ્રકાશ જાની (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleછેલ્લા ૨૪ કલાકમાં ૧.૧૭ લાખ નવા કેસ નોંધાયા