ગઢડા બ્રાંચ શાળા નંબર ૧ બોટાદ જિલ્લાના સાતમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રદર્શન યોજાયું

86

GCERT અનેજિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર પ્રેરિત બોટાદ જિલ્લા આયોજિત સાતમો ઈનોવેશન ફેસ્ટીવલ બોટાદ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે સુંદર રીતે સુપેર સંપન્ન થયો હતો. બોટાદ ગુરુકુલ ખાતે યોજાયેલા ઈનોવેશન ફેસ્ટીવલમાં બોટાદ જિલ્લાનાં ઉત્સાહી અને નુતન પ્રવાહને વરેલા ૧૮ સારસ્વતોએ પોતાના વર્ગખંડની સમસ્યાઓને સફળતાના રાહે લઈ જતાં નવતર પ્રયોગો રજુ કર્યાં હતાં. જેમા ઉડીને આખે આવે તેવું ઈનોવેશન ગઢડા શહેરના ભડલી ગેઈટ વિસ્તારમાં આવેલી બ્રાન્ચ શાળા નંબર.૧ના શિક્ષિકા અને હંમેશા પોતાની ફરજ ને પોતાનુ કર્મ માની શાળાના બાળકો વધારે મા વધારે હોશિયાર બને તેવા હંમેશા પ્રયત્ન કરતા શિક્ષિકા પટેલ વૈશાલીબેન દ્વારા “joyful pragna” નામનું ઇનોવેશન રજૂ કરવામાં આવ્યું હતું,
જે અંતર્ગત બાળકોને શાળાએ આવવું ગમે અને શાળાનું વાતાવરણ રસપ્રદ લાગે એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. નાનુ બાળક જલ્દી શાળા સાથે અનુકૂલન સાધી શકે એ માટે activities based learning પર કામ કરવામાં આવ્યું હતું, દરેક બાળક વ્યક્તિગત શીખી શકે એ માટેનુંteaching learning materia પણ બેન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
ગુરુકુળ ખાતે યોજાયેલા ઈનોવેશન ફેસ્ટીવલમાં જિલ્લા શિક્ષણ અધિકારી ધારાબેન પટેલ, તેમજ ડાયાટના પ્રાચારીય હિરેનભાઈ ભટ્ટ, વિપુલભાઈ વાજા, હેમાગભાઈ વાઘેલા, મહેશભાઈ ચુડાસમા, મુકેશભાઈ ધારૈયા, તમામ હાજર રહી ઈનોવેશન ફેસ્ટીવલ ને સફળ બનાવવા પ્રયત્નો કરેલ જયારે ઈનોવેશન ફેસ્ટીવલ મા ભાગ લેનાર તમામ શિક્ષકોએ પણ ઉત્સાહપૂર્વક ફેસ્ટીવલ ભાગ લીધો હતો

Previous articleપતંગ અને માજોપાવાની બજારોમાં ગાઈડલાઈનનું પાલન જરૂરી
Next articleકે.આર.દોશી કોલેજ ખાતે ૧૫મો કિડની નિશુલ્ક કેમ્પ યોજાયો