૨૪ કલાકમાં ૧,૫૯,૬૫૩ કોરોનાના નવા કેસ નોધાયા

86

દેશમાં કુલ ૪,૮૩,૭૯૦ના મોત થયા છે : અત્યાર સુધીમાં કુલ ૩,૪૪,૫૩,૬૦૩ સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૯
કોરોના વાયરસના કેસ દેશમાં કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસની પહેલી અને બીજી લહેરના આતંક પછી ત્રીજી લહેરમાં તેના વિશે વિચારીને પણ રૂવાટા ઉભા થઈ જાય છે. વર્ષ ૨૦૨૨ની શરૂઆતથી વધી રહેલા કોરોના કેસને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેર આવી ચૂકી છે. આજની વાત કરીએ તો છેલ્લાં ૨૪ કલાકમાં ૧,૫૯,૬૫૩ નવા કોરોનાના નવા કેસ નોધાયા છે. તે દરમિયાન ૪૦,૮૬૩ લોકો સ્વસ્થ્ય થયા છે અને ૩૨૭ લોકોના મોત નિપજ્યા છે. વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૫,૯૦,૬૧૧ છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ ૩,૪૪,૫૩,૬૦૩ લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ ૪,૮૩,૭૯૦ લોકોના મોત થયા છે. દેશમાં પોઝિટિવિટી રેટની વાત કરીએ તો ૧૦.૨૧% પર પહોંચ્યો છે. પહેલા અને બીજા ડોઝની રસીની વાત કરીએ તો છેલ્લાં ૨૪ કલાકમાં ૧૫૧.૫૮ કરોડનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલના સમયે દેશમાં ભલે કોરોનાનો આંતક લોકોને ડરાવી રહ્યા હોય, પરંતુ નવા અભ્યાસમાં ગાણિતિક મોડેલિંગના આધારે એવી ગણતરી કરવામાં આવી છે કે જાન્યુઆરીના ત્રીજા અને ચોથા સપ્તાહમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ કેસ હશે. અને પછી માર્ચની શરૂઆત સુધીમાં ઘટવા લાગશે. આ ગાણિતિક મોડેલ ભૂતકાળના ચેપ, રસીકરણ અને નબળી પ્રતિરક્ષાને પણ ધ્યાનમાં લે છે.
ભૂતકાળના ચેપ અને રસીકરણ હોવા છતાં, વસ્તીનો મોટો ભાગ હજુ પણ સરળતાથી નવા વેરિયન્ટનો શિકાર બની શકે છે. અભ્યાસના મતે, વાયરસનો સરળતાથી શિકાર બનેલા લોકોની સંખ્યા કે બીમાર, વૃદ્ધ અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા વિશેના જુદા જુદા અંદાજોના આધારે દરરોજ ૩ લાખ, ૬ લાખ અથવા ૧૦ લાખ કેસ નોંધવામાં આવી શકે છે.

Previous articleભાજપાના સાંસદ વરૂણ ગાંધી કોરોનાથી સંક્રમિત
Next articleદિલ્હીના સંસદ ભવનમાં સૌથી મોટો કોરોના વિસ્ફોટ