ઓમિક્રોનના વધતા ખોફ વચ્ચે રાહતના સમાચાર કીટને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે
નવી દિલ્હી, તા.૧૨
દેશમાંકોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતતવધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે ૫ હજાર જેટલા કેસ સામે આવીચુક્યા છે. પરંતુ આ બધા વચ્ચે રાહતના એક સમાચાર એ મળ્યા છે કે, હવે જો તમે આનવા વેરિએન્ટથી સંક્રમિત થયા હશો તો તરત જ તેની તપાસ કરી શકશો. હકીકતે ૧૨મી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર (ઓમિસ્યોર) માર્કેટ અને દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે. ઓમિક્રોનટેસ્ટ કીટ ઓમિસ્યોરને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીયછે કે, આઈસીએમઆર તરફથી ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની ઓમિક્રોનટેસ્ટ કીટ ઓમિસ્યોરને ગત ૩૦ ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી. ઓમિસ્યોર (ઓમિસ્યોર) ટેસ્ટ કીટ અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કીટની જેમ જ કામ કરશે. આ કીટવડે તપાસ કરવા માટે પણ નાક કે મોઢામાંથી સ્વેબ લેવામાં આવશે. બાદમાં માત્ર ૧૦થી ૧૫ મિનિટમાં જ તપાસનો ફાઈનલ રિપોર્ટ આવી જશે જેવી રીતે અન્યઆરટી-પીસીઆર ટેસ્ટમાં બને છે. ઓમિસ્યોર વડે તપાસની રીત અન્ય આરટી-પીસીઆરટેસ્ટ કરતાં બિલકુલ અલગ નહીં હોય. ટાટામેડિકલે ઓમિસ્યોર ટેસ્ટ કીટ (ઓમિસ્યોર)ની કિંમત ૨૫૦ રૂપિયા પ્રતિ ટેસ્ટનક્કી કરી છે જે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ટેસ્ટ કીટ કરતાં સસ્તી છે. જોકે, પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ દ્વારા વધારાનો ચાર્જ જોડવામાં આવી શકે છે કારણકે, તે ઘર-આધારીત પરીક્ષણ નથી. આકીટની મદદથી તમે ઘરમાં જ તપાસ નહીં કરી શકો માટે અલગથી લેબ ચાર્જ લાગી શકેછે. ટાટા એમડી પાસે હાલ દર મહિને ૨,૦૦,૦૦૦ ટેસ્ટ કીટ ઉત્પાદનની ક્ષમતા છે.કંપની તેને વિદેશમાં વેચવાની યોજના પણ બનાવી રહી છે તથા યુરોપિયન યુનિયનઅને અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં આ માટે અરજી પણ કરી દીધીછે.
ઓડિશાસ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ (ઓએસએમસીએલ)એ ૫ લાખ ઓમિસ્યોર આરટી-પીસીઆરકીટ માટે ઓર્ડર આપ્યો છે. આવું કરનારું ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બન્યુંછે જેણે કોવિડ-૧૯ પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોનની ઓળખ મેળવવા માટે કિટનોઓર્ડર આપ્યો હોય.