શહેરમાં ૭૬૯ અને ગ્રામ્યમાં ૩૭ દર્દીઓ મળી કુલ ૮૯૯ એક્ટિવ કેસ
સરકાર-તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી ને ત્રીજી લહેર ઘોષિત કરી છે ત્યારે ભાવનગર માં દરરોજ વધતાં જતાં સંક્રમણ-કેસ ને પગલે તંત્રમાં ચિંતા નો માહોલ સર્જાયો છે, ભાવનગર જિલ્લામાં આજે ૨૩૫ કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે, જેને લઈ ભાવનગર શહેરમાં આજે ૧૯૮ નવા કેસ નોંધાયા હતા જેમાં ૧૦૩ પુરુષનો અને ૯૫ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ૩૫ દર્દીઓ કોરોનાને માત આપી હતી, જયારે ગ્રામ્યમાં પણ ૩૭ કેસ નોંધાયા હતા જેમાં ૨૩ પુરુષનો અને ૧૪ સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગ્રામ્યમાં એક દર્દી કોરોનાનું મોત નીપજ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૫ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૩૫ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. આમ, શહેરમાં દર્દીની સંખ્યા વધીને ૭૬૯ પર પોહચી છે. જ્યારે ગ્રામ્યમાં ૧૩૦ દર્દી મળી કુલ ૮૯૯ એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૨૨ હજાર ૫૭૪ કેસ પૈકી હાલ ૮૯૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૩૦૧ દર્દીઓનું અવસાન થયું છે.
અગ્રણી આરીફભાઇ કાલવા પણ થયા સંક્રમિત
મુસ્લિમ સમાજના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા આરીફભાઈ કાલવા કોરોના પોઝિટિવ થયેલ છે આરીફભાઇ કાલવા કોરોનાની બીજી લહેરમાં પણ પોઝિટિવ થયા હતા અને સારવારના અંતે સાજા થયા હતા તેમણે વેકસિનના બન્ને ડોઝ પણ લીધા છે છતા ફરીથી કોરોના સંક્રમિત થયા છ. તેમના સંપર્કમા આવેલા દરેક લોકોએ રીપોર્ટ કરાવી લેવા તેમણે જણાવ્યું છે.