સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસ જાતે ફરિયાદી બની
શહેરના એક સ્ટેમ્પ વેન્ડર પાસેથી બે શખ્સોએ સ્ટેમ્પ પેપર ખરીદી આ પેપર પરથી ડુપ્લીકેટ સ્ટેમ્પ બનાવી ખોટા ભાડાકરારો તૈયાર કરાવી ડુપ્લીકેટ દસ્તાવેજો ની મદદ વડે ય્જી્ ટીન નંબર મેળવવા પેરવી કરતાં ભેજાબાજો નો ભાંડો ફૂટી જતાં બંને શખ્સો વિરુદ્ધ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધાવતાં ભારે ચકચાર મચી જવા પામી છે. સમગ્ર બનાવ અંગે સી-ડીવીઝન પોલીસ મથકે દાખલ થયેલી ફરિયાદ મુજબ ભાવનગર શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક અલકા ટોકિઝ વાળા રોડપર સુકુન રેસીડેન્સી માં રહેતા અમીન હૈદર ભોજાણી તથા સાહિલ આરીફ હાસમાણી રે.રેલ્વે સ્ટેશન રોડ સોનગઢ વાળાએ શહેરના એક સ્ટેમ્પ વેન્ડર પાસેથી ઈ-સ્ટેમ્પો તથા સ્ટેમ્પ વેન્ડરોના નોટરી સ્ટેમ્પો,આધારકાર્ડ ની ઝેરોક્ષ સાથે વિજબીલ ભર્યાં ની રસીદો યેન- કેન પ્રકારે મેળવી ઓરીજીનલ સ્ટેમ્પ પેપરની કોપી કરી નકલી સ્ટેમ્પ પેપર બનાવી અલગ અલગ પાર્ટીઓના નામો લખી સ્ટેમ્પ આધારે ખોટા ભાડાકરારો નકલી દસ્તાવેજો નો બંન્ચ તૈયાર કરી આ ડોક્યુમેન્ટ આધારે જીએસટી ટીન નંબર મેળવવા પેરવી કરતાં અધિકારીઓ એ ખરાઈ કરતાં ચાલબાજોનો ભાંડો ફૂટી ગયો હતો જે અંગે પોલીસને જાણ કરાતા સી-ડીવીઝન ના પીઆઇ ડી.ડી ઝાલાએ અમીન ભોજાણી તથા સાહિલ હાસમાણી વિરુદ્ધ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ.૨૫૫, ૨૫૬, ૨૬૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧, ૪૭૩ અને ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.