પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજને મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

86

કથ્થક નૃત્યના પર્યાય બિરજુ મહારાજની વિદાય થતા એમના નિર્વાણ માટે પ્રાર્થના કરી
ભાવનગર જિલ્લાના મહુવા તલગાજરડા ખાતે મોરારીબાપુએ પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કથાકાર મોરારીબાપુએ જણાવ્યું કે, કથ્થક નૃત્યના પર્યાય ગણીએ છીએ તેવા રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માનથી પદ્મવિભૂષણ પંડિત બિરજુ મહારાજની વિદાયના સમાચાર મળ્યા એમની સાથે બહુ જુનો નાતો રહ્યો છે. ચિત્રકૂટધામ સાથે એમનો વિશેષ સંબંધ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, હનુમાન જયંતીનો પ્રસંગ હોય કે અન્ય કોઈ કાર્યક્રમ હોય, જયારે પણ અમે એમને વિનંતી કરી હતી ત્યારે તેઓ તલગાજરડા આવ્યાં હતા. નૃત્ય ઉપરાંત ગાયન અને વાદન સાથે પણ તેઓ જોડાયેલા હતા. આવી મહાન વ્યક્તિની વિદાયના સમાચાર મળ્યા છે ત્યારે એમની ચેતનાને પ્રણામ કરું છું અને એમના નિર્વાણ માટે પ્રાર્થના કરું છું. એમનો અંગત પરિવાર અને બહોળા શિષ્ય પરિવાર તરફ મારી દિલસોજી તેમજ સંવેદના વ્યક્ત કરું છું.

Previous articleભાવનગરમાં કોવિડ ટેસ્ટ માટે શહેરીજનોએ લાંબી કતારો લગાવી, શહેરમાં 50 સ્થળોએ કોરોના ટેસ્ટિંગ સેન્ટરો કાર્યરત
Next articleરૂપાવટી ગામે થયેલા ડબલ મર્ડર મામલે 3 હત્યારાઓને આજીવન કેદની સજા