સિહોર નગરપાલિકાની આજે પ્રમુખ વી.ડી.નકુમના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા યોજાઈ હતી જેમાં વિવિધ કમિટીના ચેરમેનોની નિમણૂક કરવામાં આવી હતી શિહોર નગરપાલિકા ની સાધારણ સભા આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં સભ્યો દ્વારા કરાયેલી દરખાસ્ત મુજબ કારોબારી સમિતિના ચેરમેન પદે ડાયાભાઈ રાઠોડ, ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેનપદે અલ્પેશભાઈ ત્રિવેદી, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે અશ્વિન બુઢનપરા, પાણી પુરવઠા વિભાગના ચેરમેન પદે ભરતભાઈ આલ, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મંગુબેન ઝિંઝુવાડીયા અને દિવાબત્તી કમિટીના ચેરમેન પદે રૂપલબેન રાઠોડની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી હતી નવા નિયુક્ત થયેલ વિવિધ કમિટીના ચેરમેનને ન પા ના સભ્યો હોદ્દેદારો અને અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી.