ઘેર ઘેર માંદગીના ખાટલાથી શહેરીજનો મુંઝવણમાં મુકાયા
ભાવનગર શહેરમાં એક તરફ કોરોના મહામારીની ત્રીજી લહેર પીક પર ચાલી રહી છે એવાં સમયે દર વર્ષે ઋતુ જન્ય રોગચાળો વ્યાપક બને છે એ આ વખતે વ્યાપક પ્રમાણમાં પ્રસરતા તાવ શરદી ખાંસી ઐળાના દુઃખાવા સહિતની ફરિયાદો સાથે સરકારી-ખાનગી દવાખાનાઓમા ચક્કાર ગીર્દી જોવા મળી રહી છે. એક તરફ મહામારી નો ભય તો બીજી તરફ વાઈરલ ઈન્ફેક્શન નો જાહેરજન આરોગ્ય પર દિનપ્રતિદિન કસાતો જતો મજબૂત ગાળીયો ! હાલમાં ભાવનગર શહેરમાં છેલ્લા પંદર દિવસથી તાવ, શરદી ઉધરસ ગળાનો તથા માથાનો દુઃખાવો જેવા રોગચાળાને લઈને લોકો ની નિંદર હરામ થઈ ગઈ છે આ વાઈરલ ઈન્ફેક્શન નો ભોગ આબાલવૃદ્ધ સૌવ કોઈ બની રહ્યાં છે યુવાનોમાં ગળામાં દુઃખાવા સાથે શરદીની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે હાલમાં ઘરે ઘરે આ વાઈરલ ફિવરને પગલે પ્રત્યેક ઘરોમાં મોટા ભાગના લોકો તાવ શરદી ના શિકાર બન્યાં છે એક તરફ મહામારીની ત્રીજી લહેર ચરમસીમાએ હોય એવાં સમયે સામાન્ય શરદી પણ લોકો ને “કોરોના” લાગે છે. આથી શારીરિક અસ્વસ્થતા જણાયે લોકો તુરંત જ રેપીડટેસ્ટ માટે દૌટ દે છે આયુર્વેદ ના જાણકારો ના જણાવ્યાં અનુસાર હાલમાં ઠંડી ની સિઝનને પગલે શરદી તાવ નો વાયરો ચાલી રહ્યો છે તેમજ વાઈરલ ઈન્ફેક્શન ને પગલે આ વર્ષે ગળું આવી જવું ગળામાં સોજો સહિત ગળાને લગતી તકલીફો ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ વાઈરલ ઈન્ફેક્શન અને કોરોના આ બંનેના લક્ષણો સમાન હોય આથી સામાન્ય કે વાઈરલ ઈન્ફેક્શન નો ભોગ બનેલાં લોકો ને પ્રથમ કોરોનાથી સંક્રમિત થયાની જ ફાળ પડે છે અને રેપીડટેસ્ટ માટે પહોંચી ખરાઈ કરે છે હાલમાં સરકારી તથા ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે આથી વર્તમાન સમયે દરેક વ્યક્તિ એ સાવધાની રાખવી અત્યંત જરૂરી છે અને પરેજી પાળવા સાથે ખાન-પાનમાં પણ ફેરફાર જરૂરી બને છે.
વાઈરલ ઈન્ફેક્શનથી બચવું આસાન છે
ફાસ્ટફૂડ વાસી તળેલા અને ચટાકેદાર ભોજનનો ત્યાગ કરવો ઘરે બનાવેલ સાત્વિક-પૌષ્ટિક આહાર ને અગ્રતા આપવી ઠંડા પીણાં સાથે ફ્રિજ કરેલી આઈટમ નો ત્યાગ કરવો દરરોજ સવાર સાંજ હળદર મિશ્રિત દૂધનું સેવન કરવું શરદી-તાવ જેવી બિમારી માં પાણી ઉકાળી તેમાં થોડી સૂંઠ નાખી પિવુ આદુ,તુલસી ફૂદીનાના પાનનો છુટથી ઉપયોગ કરવો ખોટા ઉજાગરા ટાળવા રાત્રે ઓછામાં ઓછી આઠ કલાકની ઉંઘ લેવી દરરોજ ૨૦ મિનિટ ચાલવું અથવા કસરત કરવી ભીડભાડ થી દુર રહેવું પાણી ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખો દિવસનાં આરંભે નવશેકા પાણીમાં લીંબુ નિચોવીને પીવું સામાન્ય શરદી-ઉધરસને નઝર અંદાજ ન કરવી જરૂર જણાયે નજીકના હોસ્પિટલમાં પહોંચી સારવાર લેવી.