ભાવનગર મહાપાલિકા દ્વારા આજરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં-સંગ્રહ કરતાં આસામીઓ પર તવાઈ બોલાવી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો જપ્ત કરી વેપારીઓ પાસેથી આકરો દંડ વસુલ્યો હતો. બીએમસીની સોલીડવેસ્ટ વિભાગની અલગ અલગ ટીમો આજે સવારથી જ મેદાનમાં ઉતરી હતી અને શહેરની અનેક બજારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ તથા વેચાણ કરતાં આસામીઓ-વેપારીઓને ઝડપી તેમની પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કબ્જે કરી દંડ વસુલ્યો હતો ટીમ ડ્રાઈવ પર હોવાની વાત વાયુવેગે પ્રસરતા અનેક આસામીઓએ પ્લાસ્ટિકનો જથ્થો સગેવગે કરી નાંખ્યો હતો.સતત થઈ રહેલી પ્લાસ્ટિક ડ્રાઇવથી નાના વેપારીઓમા ફફડાટ ફેલાયો છે.