રોડ નવનિર્માણના નામે બે તાલુકામાં બિસ્માર બનેલ ધોરી માર્ગને કારણે વાહન ચાલકો ખેડૂતો તોબા પોકારી ઉઠ્યાં
ભાવનગર શહેરમાં થઈને પસાર થતો નેશનલ હાઈવે-૮/ઈ ના નવનિર્માણનું કાર્ય છેલ્લા ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું છે આ નિર્માણ કામની મંદતાને પગલે જનતા “વાજ” આવી ગઈ છે છતા સરકાર નેતાઓ કે કોન્ટ્રાક્ટરના પેટનું પાણી પણ નથી હલતું પરીણામે ધરતીપુત્રો રોડ મુદ્દે આરપાર ની લડાઈ લડી લેવાનાં ઉગ્ર મૂડમાં જણાઈ રહ્યાં છે. કેન્દ્રીય માર્ગ નવનિર્માણ વિભાગ તથા રાજ્ય માર્ગ નવિનીકરણ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર-જિલ્લમાથી પસાર થઈ ત્રણ જિલ્લા સાથે ગિરસોમનાથ-દ્વારકાને જોડતો નેશનલ હાઈવે-૮/ઈને નવો બનાવવાનો નિર્ણય આજથી ત્રણેક વર્ષ પૂર્વે લેવામાં આવ્યો હતો ત્યારબાદ ટેન્ડરીંગના અંતે કામગીરી શરૂ કરવામાં આવી હતી નવનિર્માણ સમયે સરકારે નિયત અવધિમાં નવો રોડ તૈયાર થઈ અને લોકાર્પિત કરવાની ઘોષણા પણ કરી હતી પરંતુ આ અવધિ વિત્યે લાંબો સમય પસાર થવા છતાં રોડના કુલ કામ પૈકી ૨૫ ટકા જેવું કામ પણ પૂર્ણ નથી થયું અને લોકો વાહન ચાલકો સાથે રોડતટે જમીન ધરાવતા ખેડૂતોની સમસ્યાઓ માં અપાર વૃદ્ધિ થઈ રહી છે ગોહિલવાડ કિસાન સંઘના હોદ્દેદારોએ આપેલી માહિતિ મુજબ ભાવનગર જિલ્લાના તળાજા મહુવા તાલુકાના અનેક ગામડાના ખેડૂતો ની જમીન રોડ નિર્માણમાં કપાણમાં ગઈ છે. જેમાં અનેક ખેડૂતોને આ જમીનનું વળતર આજની તારીખે પણ આપવામાં નથી આવ્યું એ સિવાય અનેક ખેડૂતોએ જમીન મુદ્દે કોર્ટમાં પિટિશન દાખલ કરી છે જેમાં પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી દિવસે દિવસે વિવાદો અને સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પરંતુ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર નેતા કે તંત્ર દ્વારા કોઈ જ પહેલ કે કાર્યવાહી કરવામાં નથી આવી રહી જે જે ગામ વચ્ચેથી રોડ પસાર થઈ રહ્યો છે એ પૈકી અનેક ગામોમાં રોડ અત્યંત બિસ્માર હાલતમાં છે તળાજાથી મહુવાને જોડતા રોડપર નવિનીકરણના નામે આજે પણ શૂન્ય જોવા મળે છે ત્યારે નવો રોડ જયારે બને ત્યારે પરંતુ સરકાર-તંત્ર જૂના રોડનું સમારકામ તો કરાવી જ શકે ? ખરાબ રસ્તાને પગલે ઈંધણનો વ્યય સમયનો બગાડ સાથે અકસ્માતોની નોબત પ્રજા સહન કરી જ રહી છે ત્યારે અવારનવાર મેડિકલ ઈમરજન્સી જેવા સમયે ખરાબ રસ્તા નિર્દોષ લોકો માટે જીવન-મરણનો સવાલ બની જાય છે રોડ પ્રશ્ને રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સહિતનાઓ સામે વારંવાર રાવ કરી છે પરંતુ ઉકેલ આવ્યો નથી આથી હવે ખેડૂતો ની ધિરજ ખૂટી છે અને હવે આર યા પારની લડાઈ લડી લેવાનો સમય નજીક આવી ગયો હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.