ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહ કોવિડથી સંક્રમિત થયા

108

મુંબઇ,તા.૨૧
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહ કોરોના સંક્રમિત થઈ ગયો છે. તેણે ટ્‌વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ભજ્જીએ પોતાના ટિ્‌વટર હેન્ડલ પર લખ્યું કે તેમનો રિપોર્ટ પોઝિટિવ છે. તેમના સંપર્કમાં આવતા લોકોએ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ. તેને કોરોનાના હળવા લક્ષણો છે. ભજ્જીએ હાલમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને કહ્યું હતું કે તે ભવિષ્યમાં પંજાબની સેવા કરવા માંગે છે. હરભજને ટ્‌વીટ કર્યું, ‘મને કોવિડ પોઝિટિવ મળ્યો છે. મારા લક્ષણો હળવા છે. મેં મારી જાતને ઘરે અલગ કરી દીધી છે અને જરૂરી તમામ સાવચેતી રાખી રહ્યો છું. જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તે તમામ લોકોએ શક્ય તેટલી વહેલી તકે પોતાનું પરીક્ષણ કરાવવું જોઈએ. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી સંભાળ રાખો.
હરભજને તેની છેલ્લી ટી૨૦ મેચ એશિયા કપમાં યુએઇ સામે રમી હતી. આ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી.આઇપીએલમાં હરભજને ૧૬૩ મેચમાં ૧૫૦ વિકેટ ઝડપી છે. તે મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી ચૂક્યો છે.હરભજને તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તે વિશ્વના ટોચના સ્પિનરોમાંથી એક રહ્યો છે.

Previous articleમાતા અને નાના માટે મક્કા-મદીના પહોંચ્યો અલી ફઝલ
Next articleચારિત્ર્યની મહેક:– રોનક ચૌધરી(વચનામૃત : જીવન માર્ગદર્શક )