ભોજનાલયના બાંધકામમાં વપરાતી તમામ પ્રકારની સામગ્રીઓ દર્શાવવામાં આવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિત્તે વિશેષ દિવ્ય શણગાર કરાયો હતો. શનિવાર નિમિત્તે કષ્ટભંજનદેવને દાદાના દિવ્ય શણગારની સાથે નવનિર્માણ પામનાર નુતન ભોજનાલયની વિશેષ દિવ્ય ઝાંખી કરવામાં આવી હતી.
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે આજે શનિવાર નિમિત્તે સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાને દિવ્ય વાઘા ધરાવી મંગળા આરતી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા તેમજ દિવ્ય શણગાર કરી આરતી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દાદાના શણગારની સાથે નવનિર્માણ પામનાર નુતન ભોજનાલયની ઝાંખી પણ કરવામાં આવી હતી. જેમાં બાંધકામમાં વપરાતી તમામ પ્રકારની સામગ્રીઓ દર્શાવવામાં આવી હતી. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભક્તોએ ઘેરબેઠા ઓનલાઈન લઈ ધન્યતા અનુભવી હતી.