મુંબઇ,તા.૨૨
કેએલ રાહુલે લખનઉની આઇપીએલ ટીમ સાથે રૂ.૧૭ કરોડનો કરાર કરીને ઈતિહાસનાં પુસ્તકોમાં પોતાનું નામ લખાવ્યું છે. લખનઉનો પ્રથમ પસંદ કરાયેલો રાહુલ એક સીઝનમાં સંયુક્ત રીતે સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે. રાહુલ સિવાય કોહલીને ચાર સીઝન માટે ૧૭ કરોડ રૂપિયા મળ્યા છે. નવી બનેલી ટીમનો કેપ્ટન બનેલો રાહુલ આઇપીએલ ટીમનાં લીડર તરીકે તેની ત્રીજી સીઝન રમશે. આઇપીએલ ૨૦૨૨ની હરાજી પહેલા ૧૭ કરોડ રૂપિયાએ રાહુલને સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બનાવ્યો છે. રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંતને તેમની ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યા હતા, પરંતુ ત્રણેયને ૧૬ કરોડ રૂપિયા મળશે. વળી, ૨૦૧૮ થી ૨૦૨૧ સીઝન સુધી દર વર્ષે ૧૭ કરોડ રૂપિયા કમાતા કોહલીને ઇઝ્રમ્એ ૧૫ કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો છે. ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી સીઝન દીઠ રૂ. ૧૧ કરોડની કમાણી કરનાર રાહુલને રૂ.૬ કરોડનો વધારો મળશે. રાહુલ આઇપીએલ૨૦૧૮ પછીનાં સર્વશ્રેષ્ઠ ઓપનરોમાંનો એક છે, ત્યારે સુકાનીની દ્રષ્ટિએ તેનો સંઘર્ષ ચાલુ રહ્યો છે. તે એક વખત પણ પંજાબને લીગ સ્ટેજથી આગળ લઈ જઈ શક્યો નથી. જો કે લખનઉમાં રાહુલ સાથે માર્કસ સ્ટોઈનીસ અને રવિ બિશ્નોઈ પણ જોડાયેલા છે.આઇપીએલ ૨૦૨૧માં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહેલા સ્ટોઈનિસને ૯.૨ કરોડ રૂપિયા આપવામાં આવશે. રાહુલની કપ્તાનીમાં પંજાબમાં રમનાર રવિ બિશ્નોઈને ૪ કરોડ રૂપિયા મળશે. તે પંજાબ કિંગ્સ સાથે ૨ કરોડ રૂપિયામાં જોડાયેલો હતો. લખનઉની ટીમ ૫૮ કરોડ રૂપિયા સાથે આઇપીએલ ૨૦૨૨ મેગા ઓક્શનમાં ઉતરશે. લખનઉ આઇપીએલ ટીમે તેના સમગ્ર કોચિંગ સ્ટાફનો ખુલાસો કર્યો નથી. ફ્રેન્ચાઇઝીએ એટલી પુષ્ટિ કરી છે કે એન્ડી ફ્લાવર ગૌતમ ગંભીર અને વિજય દહિયા સાથે સાઇન અપ કરવામાં આવી રહ્યુ છે. ફ્લાવર ટીમનાં મુખ્ય કોચ હશે, જ્યારે ગંભીર મેન્ટરની ભૂમિકા નિભાવશે. દહિયાને સહાયક કોચ તરીકે ઉમેરવામાં આવ્યા છે. ગંભીર બે વખત આઇપીએલ વિજેતા કેપ્ટન છે. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સને ૨૦૧૨ અને ૨૦૧૪માં તેની કેપ્ટન્સીમાં ટાઈટલ જીતાડ્યું હતું.